કિસાનોના પ્રશ્ર્નોને લઈ સોમનાથથી દ્વારકા સુધીની સાયકલ રેલી; હજારો જોડાયા

02 December 2019 02:06 PM
Veraval
  • કિસાનોના પ્રશ્ર્નોને લઈ સોમનાથથી દ્વારકા સુધીની સાયકલ રેલી; હજારો જોડાયા

તમામ ગામડાઓમાં કિસાનો સંમેલન કરશે

પ્રભાસપાટણ તા.2
સોમનાથથી દ્વારકા સુધીના રૂટમાં ખેડુતોની સમસ્યા અને પ્રશ્ર્નો માટે સાગરભાઈ રબારીની આગેવાની હેઠળ સોમનાથથી તા.1/12ના રોજ સવારના 10 કલાકે સોમનાથ મંદિર પરીસરમાંથી આ ખેડુત બાઈક યાત્રાનો પ્રારંભ થયેલ છે અને તે 10/12/19ના રોજ પૂર્ણ થશે. આ યાત્રા સોમનાથથી દ્વારકા સુધીમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે અને ખેડુતોના પ્રશ્ર્નો અને સમસ્યાઓ વિશે વિગતો મેળવશે. આ યાત્રા માટે બીન રાજકીય છે જેથી સાગરભાઈ રબારીએ જણાવેલ કે આ યાત્રામાં જોડાનાર દરેક ખેડુતભાઈઓ કોઈપણ રાજકીય કે સંસ્થાના બેનર સાથે આવવાની મનાય છે. માત્રને માત્ર બીન રાજકીય છે. આ યાત્રામાં રાત્રી અને બપોરના મોટેભાગે સભાનું આયોજન કરવામાં આવશે.
આ યાત્રા 1થી 10 સુધી ચાલનારી છે અને ત્યારબાદ કચ્છ અને ઉતર મધ્ય ગુજરાત ગોઠવેલ છે અને સરકાર પાસે ખેડુતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ જ કરવો જ શકય છે તેમ એકતા મંચના સાગરભાઈ રબારીએ જણાવેલ છે.


Loading...
Advertisement