લાઠીના માલવીયા પીપરીયામાં યુવાનનું શંકાસ્પદ મોત: મૃતદેહ મળ્યો

02 December 2019 01:40 PM
Amreli
  • લાઠીના માલવીયા પીપરીયામાં યુવાનનું શંકાસ્પદ મોત: મૃતદેહ મળ્યો

પરપ્રાંતિય મૃતક યુવાનના શરીરે ઈજાના નિશાન: મૃતકની ઓળખ મળતા લાશને પીએમ ભાવનગર મોકલાઈ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.2
લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે સવારે 6 વાગ્યાના સુમારે ગામની સીમમાં આવેલ એક ખેતર પાસે એક અજાણ્યા યુવકની લાશ ઈજા થયેલ હાલતમાં મળી આવતા લાઠી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવકની હત્યા થયેલ છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરવા આ યુવકના મૃતદેહને ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ લાઠી તાલૂકાના માલવીયા પીપરીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા સોમજીભાઈ પ્રેમજીભાઈ મકવાણા નામના 70 વર્ષિય વૃધ્ધ સવારે 6 વાગ્યાના સમયે માલવીયા પીપરીયા ગામની સીમમાં કુદરતી હાજતે જતા હતા ત્યારે રસ્તામાં દાનાભાઈ રૂડાભાઈ ગંગલના ખેતર પાસે પડતર જગ્યામાં એક અજાણ્યા યુવકની લાશ ઈજાગ્રસ્ત હાલતમાં શંકાસ્પદ રીતે જોઈ જતા તાત્કાલિક લાઠી પોલીસને જાણ કરતા પોલીસે આ અજાણ્યા યુવકના સગા સબંધીની ઓળખ મેળવવા તતા મોતનું કારણ જાણવા મૃતદેહને ભાવનગર દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

આ મૃતદેહ મુળ મધ્યપ્રદેશનો વતની તીરૂભાઈ પિતુભાઈ ભુરીયા (ઉ.40) હોવાનું જાણવા મળેલ છે. વધુ તપાસ માટે પી.એમ. રીપોર્ટની રાહ પોલીસ જેઈ રહી હોય વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement