ધોરાજીમાં મેમણ જમાતોનું અધિવેશન યોજાયું

02 December 2019 01:32 PM
Dhoraji
  • ધોરાજીમાં મેમણ જમાતોનું અધિવેશન યોજાયું
  • ધોરાજીમાં મેમણ જમાતોનું અધિવેશન યોજાયું

સૌરાષ્ટ્રની 31 જમાતને રૂા.1,32,95000ની સહાય : મહાનુભાવોની ઉપસ્થિતિ

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)
ધોરાજી તા.2
ધોરાજી ખાતે મુસ્લિમ મીડલ હાઇસ્કુલ ના પરિસરમાં ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના વડપણ હેઠળ સૌરાષ્ટ્રની 120 જેટલી મેમણ જમાતનું અધિવેશન યોજાયું હતું.
મેમણ જમાતના આ અધિવેશનમાં ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસર, ઉપપ્રમુખ પ્રોફેસર સજાદ મેમણ,અઝીઝભાઈ બાટલીવાલા, યુથ વિંગના ઇમરાન ફ્રૂટ વાલા, યાસીનભાઈ ડેડા, હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી, અમીનભાઈ નવિવાલા ઇમ્તિયાઝ ભાઈ (મનુ),મકબુલભાઈ ગરાણા સહિતના મહાનુભાવો તથા 120 જમાતના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
અધિવેશનમાં ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસરે જણાવ્યું હતું કે નબળા અને ગરીબ પરિવારો માટે આર્થિક સહાય ફેડરેશન આપે છે. અને રોજગારી માટે જે બે બે લાખ રૂપિયાની સહાય અપાય છે તેમાં અને યુવાનો ભર્યા છે અને એક પણ ડિફોલ્ડર મળેલ નથી. સૌરાષ્ટ્રની મેમન જમાત મેં જ્યારે આર્થિક સહાયની જરૂરિયાત હોય ત્યારે અમો શક્ય તેટલી મદદ કરીએ છીએ પરંતુ સાથોસાથ બીજી અપીલ પણ કરીએ છીએ કે મેમણ સમાજના યુવાનો અને વડીલો વ્યસનો ત્યજી તેમાંથી બચતા પૈસાનો ઉપયોગ પોતાના પરિવારમાં અને મેમણ સમાજ માં અન્ય જરૂરિયાતમંદો માટે વાપરે. જમાત પોતે જ પગભર બને.
સાથોસાથ સૌરાષ્ટ્રની 31 જેટલી જમાતને વિવિધ સહાયરૂપે રૂપિયા 1,32,95,000/- ના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા ચાર વર્ષમાં સૌરાષ્ટ્ર મેમણ જમાતોને હાઉસિંગ, એજ્યુકેશન, મેડિકલ, વિધવા સહાય હેઠળ કુલ રૂ.7,92,65,379/- ની ફેડરેશન દ્વારા મદદ કરાઈ છે.હજુ દીકરીઓ માટે શિવણ કલાસ, રસોઈ કલાસ અન્ય તાલીમ માટે ફેડરેશન મદદ કરશે.
ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઈ લકકડકુટાએ જણાવેલકે ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન અને ઇકબાલભાઈ ઓફિસરનો સૌરાષ્ટ્ર અને ધોરાજી પરત્વે વિશેષ પ્રેમ રહ્યો છે. ધોરાજી મેમણ મોટી જમાત દ્વારા પણ નબળા અને ગરીબ પરિવારો માટે બનતી મદદ અને વિધવા સહાય અપાઈ છે.
આ તકે ઉપસ્થિત મહાનુભવોનું શાલ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરાયું હતું. કાર્યક્રમના આયોજકોમાં યુથ વિંગના ફેયાઝ બસમતવાલા,બાસીત પટેલ, અફરોઝભાઈ લકકડકુટા,, અમીનભાઈ નવિવાલા,ઇમ્તિયાઝભાઈ સપ ના,રઝાકભાઈ ઘોડી અને કાર્યક્રમનું સંચાલન સલીમભાઈ અને બાસિતભાઈ પાનવાલા એ કર્યું હતું.


Loading...
Advertisement