ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેત પધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ

02 December 2019 01:29 PM
Dhoraji
  • ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેત પધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ

તજજ્ઞો દ્વારા ખેડુતોને માર્ગદર્શન પૂરૂં પડાયું

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.2
ધોરાજીના નાની વાવડી ગામે પ્રગતિશીલ ખેડૂત દશરથસિંહ જાડેજાની વાડી પર જીએસએફસી દ્વારા આધુનિક ખેતપધ્ધતિ માટે કૃષિ શીબીર યોજાઈ હતી.
આ સાથે કાર્યક્રમમાં જીએસએફસી ધોરાજી ડેપો ઈન્ચાર્જ ડી.કે. રામ દ્વારા સ્વદેશી વોટર સોલ્યુબલ ફર્ટીલાઈઝર તેમજ કંપનીના ઉત્પાદનો તેમજ સેવાઓ ઉપર ભાર આપ્યો હતો.
તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારી પી.ડી. ચૌધરી અને એફપીઓ એન.જી.ઓ ધોરાજીના લલિતભાઈ મોનપરા દ્વારા ખેડુતોના હિતમાં ચલાવાતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરાઈ હતી.
તેમજ ધોરાજી આત્મા બ્લોક ટેકનોલોજી મેનેજર ચાવડાભાઈ દ્વારા આત્મા પ્રોજેકટ બાબતે ખેડુતોને માહિતગાર કર્યા હતા. શિબિરમાં મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન ડી.કે. રામએ કરેલ હતું.


Loading...
Advertisement