ગોંડલ સબજેલમાં નિરક્ષર કેદીઓને શિક્ષણ અપાશે

02 December 2019 01:17 PM
Gondal
  • ગોંડલ સબજેલમાં નિરક્ષર કેદીઓને શિક્ષણ અપાશે

રોટરી કલબ દ્વારા શૈક્ષણિક સાધનોની કીટ અપાઇ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.2
ગોંડલ સબ જેલ ખાતે રોટરી કલબ ઓફ ગોંડલ દ્રારા જેલની બંદીવાન ભાઈ-બહેનો ને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવા માટે સાક્ષરતા અભિયાન અંતર્ગત જરૂરી શૈક્ષણિક સાધન-સામગ્રી પુરી પાડવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ ગોંડલના સભ્યો જીતુભાઇ માંડલીક, યોગેન્દ્રભાઈ જોષી, જયેશભાઇ કાવઠીયા, હરેશભાઈ રૈયાણી, સાગરભાઇ કોટક, ચેતન ભાઈ કોટડીયા, હિતેશ ભાઇ પટેલ તથા શિક્ષક મિત્રો અશોકભાઇ શેખડા, પ્રશાંતભાઈ પરમાર, જયપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ સખીયા, નરેન્દ્રભાઇ વિરડીયા તથા સુનિલભાઇ રાદડિયાએ હાજર રહી બંદીવાન ભાઈ-બહેનો માટે નોટબુક, બોલ પેન, પેનસિલ, રબ્બર, પાટી-પેન, બ્લેક બોર્ડ વગેરે શૈક્ષણિક સાધન સામગ્રીની કીટ આપેલ અને ભવિષ્યમાં પણ જેલ ના બંદીવાન ભાઇ-બહેનોને અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવા માટે જરૂરી તમામ મદદ પુરી પાડવા માટે સહયોગ આપવા સહમતી આપી હતી. કાર્યક્રમ દરમ્યાન જેલ અધિક્ષક ડી કે પરમાર તથા જેલ સ્ટાફ એ બંદોબસ્ત વ્યવસ્થા જાળવી હતી અને રોટરી કલબ ઓફ ગોંડલના સભ્યો તથા ઉપસ્થિત રહેલા શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement