જસદણમાં દુર્લભ જાતિનો સાપ પકડાયો

02 December 2019 01:11 PM
Jasdan
  • જસદણમાં દુર્લભ જાતિનો સાપ પકડાયો

જસદણમાં નીકળતાં સાપને પકડીને અને યોગ્ય સ્થાને છોડનારા યુવાન જાફર કથીરી એ રવિવારે બે મોઢા વાળા સાપ તરીકે ઓળખાતો અતિ દુર્લભ સાપને તાલુકાના દેવપરાની એક વાડીમાંથી પકડ્યો હતો દેવપરાના કાનજીભાઈ નામના એક ખેડૂતએ આ સાપ અંગે જાફર કથીરીને જાણ કરતાં તેવો તાત્કાલિક દેવપરા પહોંચી ત્યાં સાપની શોધખોળ કરી અંતે સાપને પકડી વન વિભાગના હવાલે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ પંથકમાં ગમે ત્યાં સાપ નીકળે તો જાફર કથીરીની મદદ લોકો લઈ છે નોંધનીય છે કે લંબાઈ ધરાવતાં આ સાપનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હતું.


Loading...
Advertisement