ગોંડલમાં મનોદિવ્યાંગ બાળકોના પરિવારને દત્તક લેતા ધારાસભ્ય ગીતાબા

02 December 2019 12:39 PM
Gondal
  • ગોંડલમાં મનોદિવ્યાંગ બાળકોના પરિવારને દત્તક લેતા ધારાસભ્ય ગીતાબા

પરિવાર માટે રાશનની વ્યવસ્થા માટે કાર્યવાહી

ગોંડલ તા.30
ગોંડલના સરાણિયા પરિવારના એક જ કુટુંબના નવ નવ સંતાનો મનો દિવ્યાંગ હોય આ માહિતી શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને આપતા તેઓએ તાત્કાલિક રત્નાભાઈ સરાણિયાના પરિવારની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનુ અવલોકન કયુર્ં હતું.
આ પરિવારના નવ નવ મનોદિવ્યાંગ બાળકોની દશા જોઈ ધારાસભ્યનું હદય દ્રવી ઉઠયું હતું. અને સાથે આ પરિવારને કાયમી ધોરણે દત્તક લઈ તેઓ અન્ન વસ્ત્રોથી દુ:ખી ન થાય તે માટેની વ્યકિતગત જવાબદારી લઈ સરકારમાં યોગ્ય રજૂઆત કરી આ પરિવારને મળવાપાત્ર તમામ સહાયો મળી શકે તે અંગેની ખાતરી આપી હતી.
આ સાથે સહયોગમાં ગોંડલ શહેર મામલતદાર જાડેજા તથા ચુડાસમાએ આ પરિવારને તાત્કાલિક રાશનકાર્ડની વ્યવસ્થા કરી આપવાની કાર્યવાહી કરી સાથે જ અનાજ મળતું થાય તેવી વ્યવસ્થા કરી રત્નાભાઈ તેમજ દૂધીબેનને વૃધ્ધ પેન્શન મળે તેવી કાર્યવાહી કરી, સરકારી હોસ્પિટલના ડો. વાણવી આ નવ મનો દિવ્યાંગ બાળકોની તાત્કાલિક તબીબી ચેકઅપ કરાવી આ બાળકો કેટલા ટકા મનો દિવ્યાંગ છે તેના આધારે મનો દિવ્યાંગ પ્રમાણપત્ર બનાવડાવી આપશે.


Loading...
Advertisement