ભાવનગરમાં શેરીમાં પાર્ક કરેલ સ્કૂટરમાં રહસ્મય સંજોગોમાં આગ

02 December 2019 12:36 PM
Bhavnagar
  • ભાવનગરમાં શેરીમાં પાર્ક કરેલ સ્કૂટરમાં રહસ્મય સંજોગોમાં આગ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.2
ભાવનગરની મણીયાર શેરીમાં ગત મોડીરાત્રીના બે સ્કૂટરમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.
ભાવનગરના બાટર્ન લાયબ્રેરી નજીક આવેલ મણીયાર શેરીમાં પાર્ક કરેલ સ્કૂટીપેપ અને એક્સેસ સ્કુટરમાં આગ લાગી હોવાની વિશાલભાઈ નામના વ્યક્તિએ જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકવ કરી આગ બુઝાવી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના ઘનશ્યામસિહ વાળાએ માહિતી આપી હતી. સ્કુટી તથા એક્સેસ સ્કુટરના માલિક અરવિંદભાઈ સોની હોવાનું જણાયું હતું.


Loading...
Advertisement