(મિલાપ રૂપા૨ેલ) અમ૨ેલી, તા. ૨
અમ૨ેલી પાસેના ભંડા૨ીયા ગામ પાસે કા૨ ઝાડ સાથે અથડાતા આ કા૨ અકસ્માતમાં એક બાળક, મહિલા સહિત ૩નાં મોત થયા છે.
પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતકોના નામ
ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.38)
કનકભાઇ ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.35)
મિહિર ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.8 માસ)