ગોંડલના ભરૂડીમાં પિતાની હત્યા કરનાર કપાતર પુત્રની ધરપકડ

02 December 2019 12:21 PM
Gondal
  • ગોંડલના ભરૂડીમાં પિતાની હત્યા કરનાર કપાતર પુત્રની ધરપકડ

વલસાડ જવાની ના પાડતા પુત્રએ જમીન પર પછાડતા મોત નિપજેલ : પોલીસ તપાસ

ગોંડલ તા.2
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી પર ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પુત્રએ પિતાને જમીન પર પછાડી હત્યા નીપજાવતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જફેમાં આરોપી પુત્રને દબોચી લેવામાં આવેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂડી પાસે આવેલ શીતલ મેટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ તળાજા જીલ્લો ભાવનગર ના પ્રવીણભાઈ મૂળજીભાઈ પટેલ (કોળી) (ઉંમર વર્ષ 60) અને તેના એકના એક પુત્ર અજય (ઉંમર વર્ષ 21 ) વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી થવા પામી હતી જેમાં અજયે પિતા પ્રવિણભાઈ ને જમીન પર પછાડતા માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધના મૃતદેહને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા પીએમ માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રવિણભાઈનો પુત્ર અજય ગત શનિવારે જ ભરૂડી આવ્યો હતો અને તેને ફરી વલસાડ જવું હોય પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. પ્રવીણભાઈ એ અજયના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા તે આવેશમાં આવી ગયો હતો અને આ ઝઘડામાં પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા થવા પામી હતી. પ્રવીણભાઈ ને સંતાનમાં અજય ઉપરાંત બે દીકરીઓ પણ હોય જેમાંથી એક દીકરી વલસાડ સાસરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Loading...
Advertisement