2020માં સાત લાંબા વિકએન્ડનો લાભ મળશે

02 December 2019 11:36 AM
India Travel
  • 2020માં સાત લાંબા વિકએન્ડનો લાભ મળશે

ન્યુ કેલેન્ડર વર્ષ સરકારી કર્મચારીઓની રજાની દ્દષ્ટિએ ‘મીકસ’ : પ્રજાસતાક-આઝાદી દિન, દશેરા-દિવાળી જેવી અનેક રજાઓ કપાશે કારણ કે આ તહેવારો શનિ-રવિમાં આવે છે

મુંબઈ તા.2
નવુ કેલેન્ડર વર્ષ 2020 રજાઓની દ્દષ્ટિએ સારુ અને ખરાબ એમ બન્ને રીતે પુરવાર થાય તેમ છે. ખરાબ બાબતો ચકાસવામાં આવે તો પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીની રજા જ રવિવારે આવે છે. અર્થાત રજા કપાય તેમ છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, ગણેસોત્સવ, દશેરા તથા દિવાળી પણ વિકેન્ડમાં આવે છે. સારા પાસા જોઈએ તો વર્ષ દરમ્યાન કુલ સાત લાંબા વિકએન્ડ આવે છે.
લાંબા વિકએન્ડ પર નજર કરવામાં આવે તો 21મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની રજા છે એટલે લાંબા વિકએન્ડનો લાભ મળશે.
માર્ચ મહિનામાં હોળી-ધુળેટી મંગળવારે છે. સોમવારની રજા લેવામાં આવે તો સળંગ ચાર દિવસની રજા મળી શકે છે. એપ્રિલમાં 6 એપ્રિલને સોમવારે મહાવીર જયંતિ અને શુક્રવારે 10મીએ ગુડફ્રાઈડેની રજા આવશે. ત્રણ દિવસની રજા શકય બને તો આખુ સપ્તાહ મળી શકે એટલું જ નહીં. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ મંગળવારે છે એટલે તેનો વધારાનો મેળ પણ શકય છે. મે મહિનામાં પણ લાંબા વિકએન્ડનો લાભ શકય છે. શુક્રવારે મહારાષ્ટ્ર ડે આવશે જયારે 7મીએ બુદ્ધપૂર્ણિમાની રજા ગુરુવારે આવશે એટલે આ બે રજાઓ વખતે લાંબા વિકએન્ડનો મેળ પડી શકશે.
જુલાઈ મહિનાના અંતમાં પણ લાંબા વિકએન્ડનો યોગ સર્જાવાનો છે. બકરીઈદની રજા શુક્રવારે આવે છે. ઓગષ્ટ મહિનામાં માઠી સર્જાવાની છે. ઢગલાબંધ રજાઓનો મહિનો છતાં સરકારી કર્મચારીઓની રજા કપાય તેમ છે. સ્વતંત્રતા દિવસ તથા ગણેશચતુર્થી શનિવારે આવે છે.
ઓકટોબર મહિનામાં ગાંધી જયંતિ શુક્રવારે આવશે એટલે ત્રણ દિવસના વીકએન્ડનો લાભ મળશે. પરંતુ 25મી ઓકટોબરે દશેરા રવિવારે છે એટલે રજા કપાશે. દિવાળી પણ શનિવારે છે એટલે તેની તથા નૂતનવર્ષની રજા કપાશે. 2020ના ડિસેમ્બરમાં 25મી ડિસેમ્બરની નાતાલની રજા શુક્રવારે છે એટલે લાંબા વિકએન્ડનો લાભ મળશે.


Loading...
Advertisement