વેરાવદર પાસે બોલેરોમાંથી નશીલા પદાર્થ ઝડપાયા

02 December 2019 10:53 AM
Bhavnagar
  • વેરાવદર પાસે બોલેરોમાંથી નશીલા પદાર્થ ઝડપાયા
  • વેરાવદર પાસે બોલેરોમાંથી નશીલા પદાર્થ ઝડપાયા

ભાવનગર રેન્જ વડા અશોક કુમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર તથા ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર એ નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ તેમજ વહન કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સૂચના અનુસંધાને વેળાવદર પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા સ્ટાફ અધેળાઈ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમિયાન એક બોલેરો પીક અપ વાહન રજી.નં એમપી 14 જીબી 0886 નિકળતા બલરામ પ્રભુરામ પાટીદાર, વિશાલ બહેરુલાલ પાટીદાર રહે બંન્ને રાઉટી ગામ જી મંદસૌર મધ્ય પ્રેદેશના હોવાનું જણાવતા પાછળ પ્લાસ્ટિકની કેરેટની આડમા છુપાવેલ પ્લાસ્ટિકની મોટી થેલીઓમાં રહેલ પોશડોડા જેવી ચીજ વસ્તુ દેખાઇ હતી. જેની તપાસ કરતા પોશડોડા વજન કિલો 666 જેની કી.રૂ 2,66,360/- તથા બોલેરો પીક અપ કી.રૂ 2,00,000/- તથા પ્લાસ્ટિક ના કેરેટ નંગ 37 કી રૂ 3700/- તથા બે મોબાઈલ કી.રૂ 2500/- મળી કુલ મુદ્દામાલ કી રૂ. 4,72,560/- સાથે બંન્ને ઇસમોને એન.ડી.પી.એસ એકટ ની કલમ 15,15 સી, 29, મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (તસવીર : વિપુલ હિરાણી)


Loading...
Advertisement