હિમાચલ પ્રદેશમાં 5 ફૂટ બરફની ચાદર પર ડાન્સ કરતા બાબા સોશિયલ મીડિયા પર વાયરલ

02 December 2019 09:32 AM
Dharmik India Off-beat
  • હિમાચલ પ્રદેશમાં 5 ફૂટ બરફની ચાદર પર ડાન્સ કરતા બાબા સોશિયલ મીડિયા પર વાયરલ

હિમવર્ષાથી શિખર ઉપર જામેલા 5 ફુટ બરફ વચ્ચે આ બાબા શિરગુલ મહારાજના ગુણગાન ગાઇ રહ્યા છે.

હિમાચલ પ્રદેશ: સિરમૌર જિલ્લાના સૌથી ઉંચા શિખર પર એક બાબાનો ડાન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ બાબા હિમવર્ષા વચ્ચે શિરગુલ મહારાજના ગુણગાન ગાઇ રહ્યા છે. શિખર પર લગભગ 5 ફુટ બરફ છે. શરીરને થીજાવી દેનારા બરફની વચ્ચે બાબા ઉઘાડપગે અને નગ્ન શરીરે શિરગુલ મહારાજના ભજન કરી રહ્યા છે. હાલના દિવસોમાં શિખર પર ભારે હિમવર્ષા થઈ રહી છે. તેથી, વહીવટીતંત્રએ પણ શિખર પર મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, બરફીલા ડુંગરોમાં શિરગુલ મહારાજના સ્તોત્ર ગાતાં બાબા ભક્તિમાં ઝૂલી રહ્યા છે.

હિમાચલ પ્રદેશનું સુંદર પર્યટન સ્થળ કલ્પ બરફની ચાદરમાં લપેટાયું છે, પ્રવાસીઓમાં ખુશીની લહેર છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે વધુ હિમવર્ષા થવાની સંભાવના છે. સરકારે વાહન ચાલકોને સલાહ આપી છે કે ઉંચાઇએ આવેલા પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા રસ્તાની હાલત શોધી વિશે જાણી લેવું.

મનાલીનું તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. રાજ્યના કેલોંગમાં તાપમાન માઇનસ 6 ડિગ્રી સેલ્સિયસ છે. શિમલાથી આશરે 250 કિમી દૂર કિન્નૌર જિલ્લાના કલ્પમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડિંગ માઇનસ 1.6 ડિગ્રી સેલ્સિયસ સાથે 32 સે.મી.હિમવર્ષા થઇ છે.


Loading...
Advertisement