ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન: સ્મીથે 73 વર્ષ જુનો રેકોર્ડ તોડયો

30 November 2019 05:09 PM
Sports
  • ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન: સ્મીથે 73 વર્ષ જુનો રેકોર્ડ તોડયો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે 126મી ઈનિંગમાં સિદ્ધિ મેળવી

એડીલેડ તા.30
ઓસ્ટ્રેલિયાના પુર્વ કપ્તાન સ્ટીવ સ્મીથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવવાનો નવો રેકોર્ડ સર્જયો છે. 73 વર્ષ જુનો રેકોર્ડ તોડીને પોતાના નામે નવો કિર્તીમાન સ્થાપ્યો છે.
પાકિસ્તાન સામેના બીજા ટેસ્ટ મેચના આજના બીજા દિવસે 70મી ટેસ્ટના 126માં દાવમાં 7000 રન પુરા કર્યા હતા. આ રેકોર્ડ છેલ્લા 73 વર્ષથી વોલી હેમંડના નામે હતો. ઈંગ્લેન્ડના આ પુર્વ બેટસમેને 1946માં ભારત સામેના મેચમાં 1000 રન પુરા થયા હતા. તેણે 131 ઈનિંગમાં 7000 રન કર્યા હતા.
સૌથી ઝડપી 7000 રન બનાવવામાં ભારતીય ફટકાબાજ વિરેન્દ્ર સેહવાગનું નામ 3જા નંબરે છે. તેણે 79 ટેસ્ટની 134 ઈનિંગમાં 7000 રન બનાવ્યા હતા. ગેરી સોબર્સ, કુમાર સાંગાકારા તથા વિરાટ કોહલીએ 138 ઈનિંગમાં 7000 રન બનાવ્યા હતા. ગેરી સોબર્સ, કુમાર સાંગાકારા તથા વિરાટ કોહલીએ 138 ઈનિંગમાં 7000 રન બનાવ્યા છે. કોહલીએ ગત મહિને જ 7000 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.


Loading...
Advertisement