વોર્નરના અણનમ 335: બ્રેડમેન અને માર્ક ટેલરનો રેકોર્ડ તોડયો

30 November 2019 04:07 PM
Sports
  • વોર્નરના અણનમ 335: બ્રેડમેન અને માર્ક ટેલરનો રેકોર્ડ તોડયો

ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પહેલી ઈનીંગમાં 3 વિકેટે 589 રને દાવ ડિકલેર કર્યો

એડીલેડ તા.30
ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની સીરીઝના બીજા દિવસે ટેસ્ટ મેચમાં ટ્રીપલ સેન્ચુરી ફટકારી પોતાના નામે નવો રેકોર્ડ સર્જયો હતો. વોર્નરે પિન્ક બોલથી ડે-નાઈટ ટેસ્ટના બીજા દિવસે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પોતાની પહેલી ઈનીંગ 3 વિકેટે 589 રન બનાવી ડીકલેર જાહેર કરેલી, ત્યારે વોર્નર 335 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
વોર્નરે ઈનીંગની 120મી ઓવરની પ્રથમ બોલમાં ચોકકો ફટકારીને 300 રન પુરા કર્યા હતા. વોર્નરે આ માટે 37 ચોકકા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેને ટીમની પ્રથમ ઈનીંગ બીજા દિવસે જાહેર કરી. વોર્નરે 418 બોલમાં પોતાની નોટઆઉટ ઈનીંગમાં 39 ચોકકા અને 1 છગ્ગો માર્યો હતો.
વોર્નર પાકિસ્તાન સામે 300 રન બનાવનાર બીજો બેટસમેન બન્યો છે. એ પહેલા માર્ક ટેલરે 1998માં પેશાવરમાં 334 રનની ઈનીંગ રમી નોટઆઉટ રહ્યો હતો.
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાના એડીલેડ ઓવલ મેદાનમાં ટ્રિપલ સેન્ચુરી લગાવનાર પ્રથમ બેટસમેન બન્યો છે, આ પહેલા વર્ષ 1932માં દિગ્ગજ ડોન બ્રેડમેને સાઉથ આફ્રિકા સામે નોટઆઉટ 299 રનની ઈનીંગ રમી હતી.


Loading...
Advertisement