જસદણમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી શરૂ

30 November 2019 01:57 PM
Jasdan
  • જસદણમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી શરૂ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.30
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2013 થી વિવિધ ગ્રામ્ય વિકાસ ની કામગીરી ચાલી રહેલ છે. જે અંતર્ગત જસદણ અને વીંછિયા ના 35 ગામોના 2500 ખેડૂતો ભેગા મળી ખેડુત ઉત્પાદક કંપની રચના કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ ખેડૂતોને સસ્તા ઇનપુટ જેવા કે દવા, ખાતર, બિયારણ પૂરું પાડવું અને ખેડૂતો પોતાના ઉત્પાદનને સારા બજાર સાથે જોડાણ કરી સારા ભાવ મેળવી શકે.આ સૌરાષ્ટ્ર સ્વનિર્ભર ખેડૂત કંપનીની રચના ઓગસ્ટ 2016 માં થયેલ છે. આ કંપનીનું સંચાલન ખેડૂત આગેવાન તરીકે કંપનીના ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. ચોટી કંપની દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી ગયેલ છે તેમજ ખેડૂતોને સસ્તા અનાજ ખાતર બિહાર પુરુ પાડવામાં આવી ગયેલ છે તથા તેઓ કહેતાં ઉત્પાદિત થતા મારા સમાજને બજાર સાથે જોડાણ કરીને સારા ભાવ પણ આપવામાં આવી ગયેલ છે. ચાલુ વર્ષે એવું જ કંપનીના ડિરેક્ટર દ્વારા શું તો પાસેથી મગફળીની ખરીદી કરી તેનું પ્રોસેસિંગ કરી દાણા અને તેલ બનાવવાનું આયોજન કરેલ છે. મગફળીના દાણાને ગુજપ્રો અને ટગઊંઈ સાથે મળીને એક્સપોર્ટ કરવાનું આયોજન કરેલ છે અને નીકળતા મગફળી ના તેલ ને રિલાયન્સ રિટેલ અને અન્ય ખેડૂત કંપની સાથે જોડાણ કરી વેચાણ કરવા નું આયોજન કરેલ છે. આમ આ કંપની દ્વારા ખેડૂતોને પોતાનો ઉત્પાદન મહત્તમ લાભ મળી શકે છે અને સારું ફાયદો મળી શકે એવી રીતે કાર્ય કરી રહેલ છે.


Loading...
Advertisement