મૃત બળદોની તપાસમાં ઉઠાવાયેલા પાલિતાણાના કસાઇનું પોલીસ સ્ટેશનમાં મોતથી લોકોના ટોળે ટોળા

30 November 2019 01:56 PM
Bhavnagar
  • મૃત બળદોની તપાસમાં ઉઠાવાયેલા પાલિતાણાના કસાઇનું પોલીસ સ્ટેશનમાં મોતથી લોકોના ટોળે ટોળા

ગોહિલવાડમાં ચકચાર જગાવતી ઘટનામાં આરોપીનું મોત સારવાર દરમ્યાન થયું : તટસ્થ તપાસની માંગણી

ભાવનગર તા.30
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ પાલીતાણા માં કસાઈનો વ્યવસાય કરતા ઈસમ ને વેળાવદર નજીક મળી આવેલ મૃત બળદો ના મામલે તપાસ ના કામે લઈ આવેલ. એ ઈસમનું મૃત્યુ થવા પામેલ. જેનેલઈ પોલીસે જણાવ્યું હતુંકે પછપરછ દરમિયાન શારીરીક હાલત કથળી હોવાની ફરિયાદ કરતા અહીંની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ.જ્યાં પાંચ દસ મિનિટી ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ.આ બનાવ ને લઈ પોલીસ કબ્જામાં રહેલ ઇસમનું મોત થયાના સમાચાર શહેરમાં ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવેલ હતો. એફ.એસ.એલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર રાત્રીના સમયે લઈ જવામાં આવેલ.
તળાજા સહિત ભાવનગર જિલ્લા માં ચકચાર મચાવતી ઘટનાની તળાજા પોલીસ અને હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી સિલસીલા બંધ વિગતો મુજબ ગત અઠવાડિયે વેળાવદર નજીક એક બંધ ટ્રક માંથી તેર જેટલા બળદો મરેલામળી આવ્યા હતા. જેની તપાસ તળાજા પોલીસે હાથધરી હતી.જેમાં તપાસ ના કામે પાલીતાણા ના હથિયાધાર ,જેલ પાછળ રહેતા લાખાણી મહમદભાઈ ઉર્ફે હાતિમભાઈ અબ્દુલભાઇ ને તપાસ ના કામેં તળાજા પોલીસ લઈ આવેલ.
આ ઘટના બાબતે પો.ઇ ગમારા એ જણાવ્યું હતુંકે બપોર બાદ શારીરિક તકલીફ થયાની ફરિયાદ કરતા અહીંની ટ્રસ્ટ સંચાલિત સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે હદયરોગ ના ડો.જીગ્નેશ ગોહિલ પાસે સારવાર માં લાવવામાં આવેલ. જ્યાં થોડીજ વારમાં મૃતયુ થવા પામેલ.
પોલીસ કબ્જામાં રહેલ પાલીતાણા ના ઇસમ નું મોત થયાના સમાચાર ના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક ના પરિવાર જનો પણ પાલીતાણા થી દોડી આ્વયા હતા.બનાવ ને અનુલક્ષી ને વિભાગીય પોલીસ વડા જાડેજા, અલંગ, દાઠા, બગદાણા, એસઓજી,ભાવનગર પોલિસ ની ટિમ સાથે સંબધિત અધિકારીઓ દોડી આવેલ હતા.
મૃતકને સદવિચાર હોસ્પિટલ થી સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.જ્યાં પ્રશાશન દ્વારા કાયદેસરની ઓન કેમેરા કાર્યવાહી કરવામાં આવેલ હતી. અહીંથી એફ.એસ.એલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર રાત્રે ખસેડવામાં આવેલ ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સારવાર દરમિયાન મોત થયુ :તબીબ
સદવિચાર જનરલ હોસ્પિટલ ના સંચાલક તબીબ ડો.છોટાળા એ જણાવ્યું હતુંકે અહીં સારવાર માં હૃદયરોગ ના તબીબ ડો.જીગ્નેશ ગોહિલ પાસે સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જ્યાં પાંચ દસ મિનિટ ની સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા.
અમે તટસ્થ તપાસની માગ કરીએ છીએ :ઇકબાલભાઈ લાખાણી
મૃતક ના ભાઈ ઇકબાલભાઈ લાખાણી એ જણાવ્યું હતુંકે મારભાઈ ને પોલીસલઈગઈ હતી. ગઈકાલે આજ તેમનું મોત થયાનું જાણવા મળેલ. અમો અટસ્થ તપાસ ની માગણી કરીશું.


Loading...
Advertisement