પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઝામ્બીયાના એમ્બેસેડર સાથે મુલાકાત

30 November 2019 01:47 PM
Jasdan
  • પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઝામ્બીયાના એમ્બેસેડર સાથે મુલાકાત

પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ બાબતે હકારાત્મક ચર્ચા

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.30
રિપબ્લિક ઓફ ઝામ્બિયા અને ગુજરાત સરકાર વચ્ચે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર શરૂ કરવા સંદર્ભે ભારત ખાતેના ઝાંબિયાના હાઈ કમિશનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાત સરકારના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે ગઈકાલે દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમ્યાન ઝામ્બિયામાં સુગઠિત બજાર વ્યવસ્થાની ઉપલબ્ધતાના અભાવે દૂધ નો વધુ પડતો બગાડ અટકાવવા ગુજરાતના સહયોગથી ઝામ્બિયા માં દૂધના પ્રોસેસિંગ અને માર્કેટિંગની સુવિધાઓનો વિકાસ થકી ડેરી ક્ષેત્રનો વિકાસ કરવા ઝામ્બિયાની સરકારે ઉત્સુકતા દર્શાવેલ હતી.ઝામ્બિયા સ્થાનિક ઓલાદની ગાયોમાં વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન તેમજ પશુ દીઠ ઉત્પાદકતા ખૂબ જ ઓછી છે કોઈપણ વાતાવરણમાં પોતાને ટકાવી રાખવાની ક્ષમતા રોગ પ્રતિકારક ક્ષમતા તથા લાંબો સમય સુધી દૂધ આપવાની ક્ષમતા જેવા ગુણોને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતની ગીર ગાયના માધ્યમથી ઝામ્બિયાની સ્થાનિક ઓલાદની ગાયોમાં શંકર સંવર્ધન કરી ચામડાની સ્થાનિક ઓલાદ સુધારણાના કાર્યક્રમ આયોજીત કરવા માટે પણ ઝામ્બિયા સરકારે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
ઝામ્બિયાના પ્રગતિશીલ પશુપાલકો અને અધિકારી - કર્મચારીઓની તાલીમ અને શિક્ષણ પ્રદાન કરવા તથા પશુપાલન અને ડેરી વિકાસ ક્ષેત્રે સંશોધન હાથ ધરવા ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીનો સહયોગ મેળવવા માટે સકારાત્મક વલણ દર્શાવેલ હતું. જેમાં ખાસ કરીને ઝામ્બિયામાં પશુપાલન અને ડેરી ક્ષેત્રે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતની કામધેનું યુનિવર્સિટી ખાતે શીક્ષણ મેળવીને ઝામ્બિયા ખાતે પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસમાં વધુ સારૂ યોગદાન આપી શકે તેમજ ગુજરાત રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના સ્નાતકો પણ ઝામ્બિયા ખાતે જે તે ક્ષેત્રમાં રોજગારી મેળવે તેની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરેલ હતી
વધુ વિગતવાર ચર્ચા વિચારણા અને અભ્યાસ માટે રિપબ્લિક ઓફ ઝામ્બિયા એમ્બેસેડર દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતા હેઠળ ગુજરાતના પશુપાલન અને ડેરી ક્ષેત્રના સભ્યો સાથેના પ્રતિનિધિમંડળને જાન્યુઆરી 2020 ના પ્રથમ પખવાડિયામાં રિપબ્લિક ઓફ ઝામ્બિયાની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવેલ આમ ગુજરાતની આગમ આગવી ઓળખ સમી ગીર ગાય તથા પશુપાલન ડેરી ઉદ્યોગ અને અભ્યાસ ક્ષેત્ર દક્ષિણ આફ્રિકાના દેશોમાં પ્રવેશની કાર્યવાહી પશુપાલન મંત્રી દ્વારા હાથ ધરાઈ છે.


Loading...
Advertisement