ખાનગી કંપનીના ભારેખમ વાહનો ગામડાના રસ્તાનો ભુકકો : લોકોનો ચકકાજામ

30 November 2019 01:42 PM
Bhavnagar Saurashtra
  • ખાનગી કંપનીના ભારેખમ વાહનો ગામડાના રસ્તાનો ભુકકો : લોકોનો ચકકાજામ

તળાજાના દાઠા સહિતના ગામના પ્રજાજનો રોડ પર ઉતરી આવ્યા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 30
ભાવનગર જિલ્લાના દાથા ગામના રહીશો,શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનોએ આજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવેલ. આ આવેદનપત્ર માં તંત્ર ને અ્લટીમેટમ આપેલ છેકે અલ્ટ્રાટેક કંપની ના હેવી લોડેડ વાહનો ને કારણે નુકશાની થઈ રહી છે.કંપની પોતાનો રોડ બનાવે.
તળાજા મામલતદાર ને દાઠા ગામના રહીશો, તાલુકા અને શહેર ભાજપના આગેવાનોએ આપેલ આવેદનપત્ર માં વેદના ઠાલવી હતીકે અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગ કરી પથ્થર ને લઈ જવા માટે હેવી લોડેડ વાહનોનો ઉપયોગ કરવામાં આવેછે.વાહનોમાં વજન એટલો હોયછેકે સરકારે જે જાહેર ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ બનાવ્યા છે. તે તૂટી રહ્યા છે.કારણકે રોડ ની એ વજન કરવાની ક્ષમતા નથી.
દાઠા તલ્લી વાલર ને જોડતો છ માસ પહેલાજ બનેલ રસ્તો એકએક ફૂટ ઉંડા ખાડાઓ વાળો થઈ ગયોછે.નેશનલ હાઇવે ને જોડતો રસ્તો દાઠા બોરડા નો પણ તૂટીગ્યો છે.જેને લઈ નાના મોટા વાહનો ચલાવવા અતિ મુશ્કેલ અને અકસ્માત ની ભીતિ વાળા બન્યા છે.
એટલું જ નહીં હેવી વાહનો પસાર થવાના કારણે રસ્તાપરના મકાનોની દીવાલો તૂટવા લાગી છે.રહીશો ભયના ઓથાર તળે સુવે છે. બગડી નદી પરનો પુલના ગાબડા પડવા લાગ્યા છે. તેપણ તૂટી શકેછે.એ પુલ તૂટે તો દસેક ગામડાઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડેછે. એ ઉપરાંત સતત ધૂળ ઉડવાના કારણે લોકોના આરોગ્ય ને નુકશાન થઇ રહ્યું છે. આથી કંપની ને વાહનો ચલાવવા હોય તો.પોતાનો રોડ બનાવે. પ્રશાશન દાઠા ના રહીશો ની વેદના નહિ સમજેતો આવતા દિવસોમાં નેશનલ હાઇવે પર ચકાજામ કરવામાં આવશે. આવેદનપત્ર દેવામાં તળાજા શહેર ભાજપ વર્તમાન પૂર્વ પ્રમુખ ડો.મારડીયા,પરેશભાઈ જાની, એ.બી.મેર.,પોલુભા સરવૈયા,યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા સહિતના વિશાલ સંખ્યા માં જોડાયા હતા.


Loading...
Advertisement