વોર્નર અને લબુશેનની બીજી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ

30 November 2019 12:17 PM
Sports
  • વોર્નર અને લબુશેનની બીજી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ

પાકિસ્તાન સામેની ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ દિવસે એક વિકેટના નુકશાન સાથે 302 રન

એડીલેડ: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે એડીલેડમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી, જેમાં ટોસ જીતીને બેટીંગ કરવા આવેલી કાંગારુ ટીમે એક વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. ટીમે આઠ રનના સ્કોરે જો બ્રુનની વિકેટ ગુમાવી હતી, પણ ઓપનીંગ બેટસમેન ડેવિડ વોર્નર અને વનડાઉન આવેલા માર્નસ લબુશેને અનુક્રમે 166 અને 126 રનની શતકીય પારી રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. બન્ને પ્લેયરોએ બીજી વિકેટ માટે 298 રનની રેકોર્ડ પાર્ટનરશીપ કરી હતી અને પહેલા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં તેઓ ક્રીઝ પર જામેલા હતા. ત્રણ પ્લેયરમાંથી કોઈપણ પ્લેયરે સિકસર મારી નહોતી, પણ વોર્નરે 19 અને લબુશેને 17 બાઉન્ડરી ફટકારી હતી.

બીજી વિકેટ માટે પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની હાઈએસ્ટ પાર્ટનરશીપ
રન              પ્લેયરોની જોડી                      જગ્યા                 વર્ષ
294            માર્નસ લબુનેશ- ડેવિડ વોર્નર       એડીલેડ             2019
279            જસ્ટીસ લેન્ગર-માર્ક ટેલર           પેશાવર             1998
259            વેઈન બી ફિલિપ્સ- ગ્રેહામ યલોપ  પર્થ 1               983
233            જોન બેનો-પોલ શેહાન              મેલબર્ન              1972
નોંધ: આ રેકોર્ડ ગઈકાલ સુધી રમાયેલી મેચ પૂરતો છે. આજની મેચ બાદ સ્કોરમાં વધારો થવાની સંભાવના છે.


Loading...
Advertisement