લંડનમાં આતંકી હુમલામાં બેનાં મોત પછી હુમલાખોર પણ પોલીસના હાથે ઠાર

30 November 2019 12:15 PM
World
  • લંડનમાં આતંકી હુમલામાં બેનાં મોત પછી હુમલાખોર પણ પોલીસના હાથે ઠાર

લંડન બ્રિજ નજીક આવેલા કોન્ફરન્સ હોલમાં કેટલાયને છૂરી હુલાવી : લંડન સ્ટોક એકસચેંજ ઉડાવી દેવાના અલ કાયદાના કાવતરામાં સામેલ આતંકવાદી જેલ ભોગવી ચૂકયો હતો

લંડન તા.30
લંડનમાં ગઈકાલે આતંકી હુમલામાં એક પુરુષ અને એક સ્ત્રીના મોત નીપજયા હતા, અને પોલીસે એ પછી હુમલાખોરને ઠાર માર્યો હતો. અલકાયદાથી પ્રેરિત બોમ્બ કાવતરામાં તાજેતરમાં જેલમાંથી છૂટેલા ઉસ્યાનખાન નામના 28 વર્ષના આતંકવાદીએ લંડન બ્રિજના ઉતર છેવાડે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ આયોજીત આરોપીઓને થાળે પાડવાની કોન્ફરન્સ દરમ્યાન ફિશમોન્ગર્લ હોલની અંદર ચપ્પુથી એક પછી એક વ્યક્તિ પર હુમલા શરૂ કર્યા હતા.
આ હુમલામાં કેટલાય ઘાયલ થયા હતા, અને ઈજાગ્રસ્તો પૈકી એના મોત નીપજયા હતા.
સ્કોટલેન્ડ પાર્કના જણાવ્યા મુજબ લંડન સ્ટોક એકસચેંજ ઉડાવી દેવાના કાવતરામાં પકડાયા પછી જેલ સજા પુરી કર્યા પછી તેને મુક્ત કરાયો હતો. આમ છતાં તેની દેખરેખ પર નજર રાખવા ઈલેકટ્રોનીક ટેગ લગાવવામાં આવ્યા હતા, છતાં તે હુમલો કરવામાં સફળ રહ્યો હતો.
કોન્ફરન્સ હોલમાં કેટલાય માણસોને છૂરી હુલાવ્યા પછી તે લંડન બ્રિજ પર ચાલવા લાગ્યો હતો અને ત્યાં તેને પકડી લેવાયો હતો પણ ઝપાઝપી પછી તેને ઠાર કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં અન્ય એક પુરુષ અને સ્ત્રીને ઈજા થઈ હતી.
ઠાર મરાયેલો આતંકવાદી અલ મુહિજારન નામના આતંકી સંગઠનનો પણ સમર્થક હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદીએ બનાવટી આત્મઘાતી વેસ્ટ પહેર્યું હતું.


Loading...
Advertisement