મુન્ના બદનામ હુઆ : દબંગ-3નું આ ગીત આજે થશે રિલીઝ

30 November 2019 11:56 AM
Entertainment
  • મુન્ના બદનામ હુઆ :  દબંગ-3નું આ ગીત આજે થશે રિલીઝ

સલમાન ખાન અને પ્રભુદેવાએ દબંગ-3ના ગીત મુન્ના બદનામમાં સાથે કામ કર્યું : આ ગીતને આજે રિલીઝ કરવામાં આવશે

મુંબઇ: સલમાન ખાને દબંગ 3ના ગીત મુન્ના બદનામ હુઆમાં પ્રભુદેવાને છેલ્લી ધડીએ સામેલ કર્યો હતો.2010માં આવેલી દબંગનું મુન્ની બદનામ હુઇ ગીત ખાસ્સુ ફેમસ થયું હતું.દબંગ 3માં આ ગીતને મુન્ના બદનામ હુઆ તરીકે લેવામાં આવ્યું છે.આ ગીતમાં સલમાનની સાથે વરીના હુસૈન પણ જોવફા મળશે.આ ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે.મહેબુબ સ્ટુડિયોમાં આ ગીતના અમુક ભાગનું શૂટિંગ થયા બાદ સલમાને વૈભવીને સલાહ આપી કે તેને અને પ્રભુદેવાને આ ગીતમાં ડાન્સ કરતા દેખાડવામાં આવે.સૌ કોઇ જાણે છે કે ડાન્સમાં પ્રભુદેવા માસ્ટર છે.એથી જ સલમાનનું પણ માનવું છે કે આ બંન્નેનો ડાન્સ લોકોને આકર્ષિત કરશે.પ્રભુદેવા જયારે આ ગીતમાં ડાન્સ કરવા માટે રાજી થઇ ગયો તો સલમાને તરત જ તેની બહેન અલીવરા અગ્નિહોત્રી અને ડિઝાઇનર એશલી રિબોલને સેટ પર બોલાવ્યા હતા. આ ફિલ્મના તેઓ સ્ટાઇલિસ્ટ છે. સલમાન જેવી જ જેકેટ પ્રભુદેવા માટે પણ બનાવવામાં આવી હતી.આ જેકેટની વિશેષતા એ છે કે એમાં સ્ટેન ગ્લાસ અને કિંગનો ફોટો લાગેલો છે.પ્રભુદેવા માટે પણ આવી જ જેકેટ છેલ્લી ધડીએ બનાવવાની આઇડિયા સલમાને આપી હતી.ગીતમાં પોતે હોવાની વાતને ક્ધફર્મ કરતા પ્રભુદેવાએ કહ્યું હતું કે 2009માં આવેલી વોન્ટેડ મેરા હી જલવા માં કામ કર્યા બાદ ફરી એકવાર તેમની સાથે આ ગીતમાં કામ કરવું ખરેખર અવર્ણનિય અનુભવ રહ્યો.હું તેમની રિકવેસ્ટને નકારી શકયો નહીં.આશા રાખું છું કે અમને ફરી એકવાર સાથે જોવું લોકોને પણ ગમશે.


Loading...
Advertisement