અર્થતંત્રની માઠી: કોર ક્ષેત્રનુ ઉત્પાદન 5.8 ટકા; 14 વર્ષના તળીયે

30 November 2019 11:22 AM
Business India
  • અર્થતંત્રની માઠી: કોર ક્ષેત્રનુ ઉત્પાદન 5.8 ટકા; 14 વર્ષના તળીયે

સાત મહિનામાં જ રાજકોષીય ખાધ આખા વર્ષના ટારગેટ કરતા પણ વધી ગઈ : જીડીપી દર 6 વર્ષના તળીયે પહોંચ્યા બાદ વધુ ખરાબ સમાચાર: કોલસા, ક્રુડ, કુદરતી ગેસ, રીફાઈનરી પ્રોડકટ, સ્ટીલ, સિમેન્ટ એમ 8 માંથી 6 કોર ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટયુ: હવે આઈઆઈપી પર પ્રત્યાઘાત પડવાની આશંકા : કોલસા (-17.6%) અને પાવર (-12.4%) માઈનસમાં: ઉત્પાદન ઈન્ડેક્ષ (મેન્યુફેકચરીંગ) પણ માઈનસમાં (-1%) : ચીનનો વૃદ્ધિદર 6%: 27 વર્ષના તળીયે પરંતુ ભારત કરતા વધારે

નવી દિલ્હી તા.30
આર્થિક મંદી- સ્લોડાઉનમાં સપડાયેલા ભારતીય અર્થતંત્ર માટે એક પછી એક માઠા સમાચાર આવતા રહ્યા છે. જીડીપી વિકાસદર 4.5 ટકા રહેવા સાથે છ વર્ષના તળીયે ધસી ગયાની સાથોસાથ કોર ક્ષેત્રના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઓકટોબરમાં કોલસા, ક્રુડતેલ, કુદરતી ગેસ, રીફાઈનરી પ્રોડકટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ તથા ઉર્જા એમ આઠ કોર પ્રોડકટનું ઉત્પાદન ઘટીને 5.8 રહ્યું છે જે 14 વર્ષના તળીયે છે. સપ્ટેમ્બરમાં ઉત્પાદન આંક 5.8 ટકાનો ઘટાડો સુચવતો હતો.
ઔદ્યોગીક ઉત્પાદન આંકમાં કોર ક્ષેત્રનો હિસ્સો 40 ટકા છે એટલે આઈઆઈપીના આંકડામાં પણ ઘટાડો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોએ કહ્યું કે પેટ્રોલ તથા વિમાની ઈંધણના વપરાશમાં વધારો જોવા મળ્યો હોવા છતાં કોર ક્ષેત્રને કારણે હવે આઈઆઈપીમાં પણ ઘટાડો થવાની શકયતા છે. એપ્રિલથી ઓકટોબરના સાત મહિનાનો કોરે ક્ષેત્ર ઉત્પાદનનો આંક ચકાસવામાં આવે તો માત્ર 0.2 ટકા તવા જાય છે જે ગત વર્ષે 5.4 ટકા હતો.
સતાવાર આંકડામાં દર્શાવાયા પ્રમાણે કોલસા ઉત્પાદનમાં 17.6 ટકા, ઉર્જા જનરેશનમાં 12.4 ટકાનો ઘટાડો છે. સિમેન્ટમાં 7.7 ટકા, કુદરતી ગેસના 5.7 ટકા, ક્રુડમાં 5.1 ટકા તથા સ્ટીલના ઉત્પાદનમાં 1.6 ટકાનો ઘટાડો છે. માત્ર ખાતર અને રીફાઈનરી ઉત્પાદનમાં અનુક્રમે 15.8 ટકા તથા 0.4 ટકાનો સામાન્ય વધારો નોંધાયો છે.
રીયલ એસ્ટેટની મંદીથી સિમેન્ટ ક્ષેત્રમાં અસર છે. ઔદ્યોગીક મંદી સ્ટીલ ઉત્પાદનને ફટકો મારી રહી છે. ચોમાસુ લાંબુ વખત ચાલ્યુ તેના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચર તથા ક્ધસ્ટ્રકશન પ્રવૃતિ વેરવિખેર હોવાની અસર છે.
જીડીપી વૃદ્ધિદર- કોર ક્ષેત્રમાં ઉત્પાદન તળીયે સરકવા વચ્ચે રાજકોષીય ખાધ પણ ચિંતાજનક સ્તરે આવી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધનો આખા વર્ષનો ટારગેટ નકકી કર્યો હતો તે સ્તરે સાત મહિનામાં જ આવી ગઈ છે.
એપ્રિલથી ઓકટોબરની રાજકોષીય ખાધ 7.2 લાખ કરોડ થઈ છે. કેન્દ્ર સરકારે વાર્ષિક ખાધ 7.04 લાખ કરોડનો ટારગેટ રાખ્યો હતો. પરંતુ તેના કરતા પણ આંકડો માત્ર સાત મહિનામાં વધી ગયો છે. ગત વર્ષે પણ આવી હાલત હતી. સરકારના ટારગેટ કરતા ખાધ 1.3 લાખ કરોડ વધી ગઈ હતી.
અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે આખા વર્ષનો વિકાસદર 5.6 ટકા જ રહે તેમ છે. રાજકોષીય ખાધને 3.3 ટકાએ અંકુશમાં રાખવાનું શકય નથી લાગતું. આ માટે સરકારે ખર્ચમાં મોટો કાપ મુકવો પડે તેમ છે. તે વર્તમાન પરિસ્થિતિમાં શકય લાગતુ નથી. સરકારે ડીસઈન્વેસ્ટમેન્ટ ટારગેટને સિદ્ધ કરી લ્યે તો થોડી રાહત મળી શકે તેમ છે. અન્યથા રાજકોષીય ખાધ 3.6 ટકા આસપાસ રહે તેમ છે.

પ્રિયંકા ગાંધીનુ મોદી સરકાર પર નિશાન- ‘અચ્છેદિન આયેંગે’
વડાપ્રધાન વચનોનો હિસાબ આપે

Related image
અર્થતંત્રના નબળા આંકડા વિશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર સામે નિશાન તાકયુ છે અને ટવિટમાં એવી ટકોર કરી હતી કે ‘અચ્છે દિન આયેંગે! ટવિટમાં એવો કટાક્ષ કર્યો હતો કે વાદા તેરા વાદા... દર વર્ષે બે કરોડ રોજગાર, પાકના બમણા ભાવ, અચ્છે દિન આયેંગે, મેક ઈન ઈન્ડિયા હોગા, અર્થતંત્ર પાંચ ટ્રીલીયનનું થશે... આ બધા વચનોનો હિસાબ મળશે? જીડીપી 4.5 ટકા રહી ગયો છે તે સાબીત કરે છે કે તમામ વચનો બોગસ છે અને વિકાસનું વચન આપનાર ભાજપે અર્થતંત્રને બરબાદ કરી નાખ્યુ છે.

અર્થતંત્રની નબળાઈ વિશે મોદી સરકારને ઝાટકતા ડો. મનમોહનસિંહ
માત્ર આર્થિક નીતિમાં બદલાવથી કાંઈ ન વળે; ડરનો માહોલ દુર કરીને ભરોસો કેળવો તો અર્થતંત્ર સુધરશે
સસ્તા ક્રુડ તથા રાજકીય સ્થિરતાથી જબરદસ્ત આર્થિક વિકાસ- રોજગારી સર્જવાની તક મોદી સરકાર ન ઝડપી શકયાની ટકોર
પુર્વ વડાપ્રધાન તથા અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે અર્થતંત્રની વાસ્તવિક હાલત વધુ ચિંતાજનક અને ખરાબ હોવાનો નિર્દેશ કર્યો છે. ભારતીયો પ્રત્યે શંકા કરવાનું બંધ કરીને ફરી ભરોસા અને પરસ્પર વિશ્ર્વાસનુ વાતાવરણ સર્જવા સાથે અર્થતંત્રની ગાડીને વિકાસના પાટે ચડાવવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી.
એક સમારોહમાં ડો. મનમોહનસિંહે કહ્યું કે જીડીપી આંકડા તથા ઘણા ખરાબ આવ્યા છે તે અર્થતંત્ર માટે સ્વીકાર્ય નથી. લોકોની અપેક્ષા 8થી9 ટકાના વૃદ્ધિદરની છે તે સામે 4-5 ટકાનો વિકાસદર અત્યંત ચિંતાજનક છે. માત્ર આર્થિક નીતિઓમાંબદલાવ કરવાથી અર્થતંત્રમાં પ્રાણ ફુંકાય તેમ નથી પણ સમાજમાં સર્જાયેલા ભયના માહોલને દુર કરીને વિશ્ર્વાસનુ વાતાવરણ સર્જવુ પડે તેમ છે અને તો અર્થતંત્ર ગતિ પકડી શકશે.

Image result for manmohan singh
તેઓએ કહ્યું કે ભારતીય અર્થતંત્ર ત્રણ ટ્રીલીયન ડોલરનું છે. મોયાભાગે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો આધારીત છે. અર્થતંત્રને પોતાની મરજીપૂર્વક નિયંત્રીત કરી ન શકાય કે મસમોટા સુંદર દાવાઓથી ચાલી ન શકે. ડો. મનમોહનસિંહે કહ્યું કે મોદી સરકારને લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે. ક્રુડતેલના ભાવો ઘણા નીચા છે ત્યારે સરકાર આર્થિક વિકાસનેનવી ઉંચાઈએ લઈ જવા તથા હજારો નવી નોકરીઓ સર્જવા શક્તિમાન હતી પરંતુ તક ઝડપી શકી નથી. કોઈપણ સમાજને અર્થતંત્રથી અલગ પાડી ન શકાય. ડરના માહોલને દૂર કરીને ભરોસાનો માહોલ બનાવવો પડે તેમ છે.


Loading...
Advertisement