રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો માત્ર જાહેરાતોમાં 75 કરોડની કમાણી!

30 November 2019 10:57 AM
Sports
  • રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો માત્ર જાહેરાતોમાં 75 કરોડની કમાણી!

નવી દિલ્હી તા.29
હાલ બેજાંડ ફોર્મમાં ચાલી રહેલા લિમિટેડ ઓવરથા વાઇસ કોટનની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપમાં હિટમેન રોહિતે પ સદી ફટકારી હતી. ત્યારબાદ તેમણે ટેસ્ટમાં ઓપનીંગ કરતા 3 સદીઓ લગાડી હતી. પોતાના કરીશ્માઇ પ્રદર્શનથી તે કોર્પોરેટ જગતમાં લોકપ્રિય ચહેરો બની ગયો હતો. 32 વર્ષીય રોહિતની મેનેજમેનટ ટીમના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રોહિત 20થી વધુ કંપનીઓની જાહેરાતો કરી રહ્યો છે. અનુમાન લગાવાય છે કે માત્ર વિજ્ઞાપનથી તેની વાર્ષિક કમાણી લગભગ 75 કરોડ રૂપિયા છે. કોમર્શીયલ શૂટ માટે રોહિત હાલ એ દિવસના એક કરોડ રૂપિયા લે છે. વિજ્ઞાપનથી કમાણીમાં વિરાટ કોહલી અને ધોની બાદ રોહિત ત્રીજા ક્રમે છે. રોહિતની સાથે કામ કરી રહેલા એક કોર્પોરેટ બ્રાન્ડના સભ્યનું કહેવું છે કે, એક વન-ડે વર્લ્ડ કપમાં પ સદી બનાવનાર દુનિયાના પ્રથમ બેટસમેન બન્યા બાદ રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો આવ્યો છે.


Loading...
Advertisement