શેરબજારમાં 341 પોઈન્ટનો કડાકો; વિકાસદર નીચો આવવાની ભીતિથી ગભરાટ: ભારે વેચવાલી

29 November 2019 06:40 PM
Business
  • શેરબજારમાં 341 પોઈન્ટનો કડાકો; વિકાસદર નીચો આવવાની ભીતિથી ગભરાટ: ભારે વેચવાલી

મુંબઈ શેરબજારમાં એકધારી તેજી બાદ આજે આક્રમણકારી વેચવાલીથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેકસમાં 341 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.
શેરબજારમાં આજે શરૂઆતથી જ માનસ નબળુ હતું. સાંજે જીડીપીનાં આંકડા જાહેર થવાના છે તે નબળા રહેવાની આશંકાથી ગભરાટ હતો.નિષ્ણાંતો દ્વારા વિકાસદર 4.7 ટકા કે તેથી પણ ઓછો રહેવાની ગણતરી મુકવામાં આવતી હતી અને તેના કારણે વેચવાલીનો મારો હતો. જીડીપીનાં આંકડા ઓટો વેચાણનાં આંકડા જેવા કારણોનાં આધારે આવતા સપ્તાહમાં માર્કેટનો ટ્રેંડ રહેવાનું મનાય છે. શેરબજારમાં આજે તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા હતા. રીલાયન્સ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, વેદાંતા, એક્ષીસ બેંક, એચડીએફસી હીરો મોટો, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંકે ઈન્ફોસીસ લાર્સન, ઝી એન્ટર, યશબેંક, ડો.રેડી વગેરે તૂટયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 341 પોઈન્ટના, ગાબડાથી 40789 હતો જે ઉંચામાં 41143 તથા નીચામાં 40634 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 100 પોઈન્ટ ગગડીને 12050 હતો જે ઉંચામાં 12147 તથા નીચામાં 12017 હતો.


Loading...
Advertisement