રાણાવાવના આદિત્યાણામાં જુગાર દરોડો : છ બાજીગરો ઝડપાયા

28 November 2019 03:07 PM
Porbandar
  • રાણાવાવના આદિત્યાણામાં જુગાર દરોડો : છ બાજીગરો ઝડપાયા

13610નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

(બી.બી.ઠકકર) રાણાવાવ, તા.28
રાણાવાવ નજીક આદિત્યાણા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડી રૂા. 10,610ની રોકડ સહિત 13610નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા એલ.સી.બી. પી.એસ.આઇ. એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હઠેળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેકો. બટુકભાઇ વિઝુંડાને મળેલ ચોક્કસ હકીકત આધારે રાણાવાવના આદીત્યાણા ગામ, નવાપરામાં મસરી માલદેના ઘર પાસે જાહેરમાં આરોપી (1) સુનીલ જેન્તીભાઇ વાજા, ઉવ.22, (રહે. આદીત્યાણા બાયપાસ રોડ, તા. રાણાવાવ જી. પોરબંદર) (ર) રાજશી માલદેભાઇ મોઢવાડીયા ઉવ.43, (રહે. આદીત્યાણા નવાપરા, તા. રાણાવાવ જી. પોરબંદર) (3) ગીગીબેન વા/ઓ સામત સવદાસભાઇ મોઢવાડીયા ઉવ.70, રહે. (બોખીરા ઠેબાના ફળીયામાં તા.જી. પોરબંદર) તથા નાસી જનાર (4) કારા લીલાભાઇ કોળી (રહે. ગાયત્રી મંદીર પાસે આદીત્યાણા તા. રાણાવાવ જી. પોરબંદર) (5) ખોડા દેવા મેર (રહે. આદીત્યાણા નવાપરા તા. રાણાવાવ જી. પોરબંદર) (6) ઇસ્માઇલ ઉર્ફે ગટીયો આમદ હીંગોરા (રહે. આદીત્યાણા અર્જુન કસ્ટ્રકશન પાસે તા. રાણાવાવ) જી. પોરબંદર વાળાઓને જાહેરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂા.10,610/- તથા મોબાઇલ ફોન નંગ-3, કી.રૂા.3000/- મળી કુલ રૂા.13610/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમા એલસીબી સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા,દિલીપભાઇ મોઢવાડીયા, લાખીબેન લીલાભાઇ, રૂપલબેન વિઠ્ઠલભાઇ, વિગેરે રોકાયેલ હતા.


Loading...
Advertisement