બાંદ્રા ટર્મિનસ અને ભાવનગરની વચ્ચે બે વિશેષ ટ્રેનો દોડશે

28 November 2019 12:46 PM
Rajkot Saurashtra Travel
  • બાંદ્રા ટર્મિનસ અને ભાવનગરની વચ્ચે બે વિશેષ ટ્રેનો દોડશે

રાજકોટ તા.28
વધુ પડતી ભીડને કારણે પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનેસને બાંદ્રા ટર્મિનસની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં.09034 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેન, વિશેષ ભાડા સાથે ભાવનગરથી શનિવારે 30 નવેમ્બરના 7.20 કલાકે પ્રસ્થાન કરી તે જ દિવસે 22.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નં. 09033 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર વિશેષ ટ્રેન નવા ભાડા સાથે બાંદ્રા ટર્મિનસથી શુક્રવારે તા.29ના 13.05 કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે 5.20 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, આરામખંડ અને દ્વિતિય શ્રેણીના સામાન્ય કોચ જોડાશે. આ ટ્રેન યાત્રા દરમ્યાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, વીરમગામ, વઢવાણ, બોટાદ, ધોળા અને સોનગઢ સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નં. 09033 અને 09034નુ બુકીંગ 27 થી 25 કલાકેથી કરી શકાશે.


Loading...
Advertisement