સરકારે 500 ભારતીયોની જાસૂસી કરાવી: ગુગલનો ધડાકો

28 November 2019 11:44 AM
Government India Technology
  • સરકારે 500 ભારતીયોની જાસૂસી કરાવી: ગુગલનો ધડાકો

વોટસએપ પછી હવે ગુગલ સનસનાટી સર્જે છે: સરકારના ઈશારે 500 એકાઉન્ટ હેક થયા

નવી દિલ્હી તા.28
ભારતીય નાગરિકો પર જાસૂસી કરવા ઈઝરાયેલી સ્પાયવેરનો ઉપયોગ કરાયો હોવાના વોટસએપના ખુલાસાના એક મહિનામાં ગુગલે ધડાકો કર્યો છે કે ચાલુ વર્ષના જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે સરકાર સમર્થિત હેકર્સએ ટાર્ગેટ બનાવ્યાની તેણે 500 ભારતીય યુઝર્સ સહિત 12,000 લોકોને જાણ કરી છે. અસરગ્રસ્ત યુઝર્સ જુદા જુદા 149 દેશોના છે. ગુગલના થ્રેટ એનાલીસ્ટ ગ્રુપ (ટેગ)ના શેન હન્ટલીએ જણાવ્યું હતું કે 90%થી વધુ યુઝર્સને ક્રેડેનિશયલ લિશિંગ ઈમેલ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ટાર્ગેટનો પાસવર્ડ મેળવવા અથવા એકાઉન્ટ હાઈજેક કરવા એકાઉન્ટની અન્ય વિગતો મેળવવા સામાન્ય રીતે આવા પ્રયાસો થાય છે.
હન્ટલીએ આ વાત સમજાવતાં જણાવ્યું હતું કે આવા કેસમાં એટકેર ઓથેન્ટીક જણાતો ઈમેલ મોકલે છે. ગુગલ તરફથી સિકયુરીટી એલર્ટ તરીકે મોકલવામાં આવ્યો હોય તે રીતે એ બનાવી શકાય છે.
આ માટે સ્પેલિંગમાં મામુલી નજરે ન ચડે તેવો ફેરફાર કરાય છે, પણ યુઝર માટે એ કલુ બનવી જોઈએ. મેલ દ્વારા સૂચવવામાં આવે છે કે યુઝરે તેનો એકાઉન્ટ સલામત બનાવવો જોઈએ.


Loading...
Advertisement