ચારધામ સહિત ઉત્તર ભારતની પહાડીઓમાં વર્ષા-હિમવર્ષાથી શીત લહર

27 November 2019 04:32 PM
Dharmik India Travel World
  • ચારધામ સહિત ઉત્તર ભારતની પહાડીઓમાં વર્ષા-હિમવર્ષાથી શીત લહર
  • ચારધામ સહિત ઉત્તર ભારતની પહાડીઓમાં વર્ષા-હિમવર્ષાથી શીત લહર

મસૂરીમાં કડકડતી ઠંડીમાં પર્યટકો ઠુંઠવાઈ ગયા: ગંગોત્રી, યમુનોત્રી, મુનસ્યારીમાં હિમવર્ષા

મસૂરી તા.27
ઉતરાખંડમાં મંગળવારે ચાર ધામ સહિત મુનસ્યારીની પહાડીઓ પર હિમવર્ષાથી ઠંડી વધી ગઈ છે, જયારે પહાડોની રાણી મસૂરીમાં મોડી સાંજે હળવા વરસાદથી તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેના કારણે મસૂરીમાં ઠંડી વધી ગઈ તો બીજી બાજુ બદલાતા મૌસમનો આનંદ ઉઠાવવા મસૂરીમાં આવેલા પર્યટકો રૂમમાં સૂઈ રહેવા મજબૂર બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં મસૂરી અને આસપાસના વિસ્તારોમાં ભારે હળવો વરસાદ અને બરફ થઈ શકે છે.

તો બીજી બાજુ કેદારપુરીમાં સવારે ઘટાટોપ વાદળો છવાયેલા રહ્યા. જયારે વાસુકી નાથ, ચોરાબાડી તાલ, દુગ્ધ ગંગા, નીચેના વિસ્તારો- ગૌરીકુંડ, સોન પ્રયાગ, ગુપ્તકાશી, રુદ્રપ્રયાગ, મયાલીમાં બરફ વર્ષા થઈ હતી.

ઉતરકાશીમાં બે દિવસથી આકાશમાં છવાયેલા વાદળોની વચ્ચે મંગળવારે ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં પણ બરફ વર્ષા થઈ હતી. જેના કારણે ન્યુનતમ તાપમાન 11 ડિગ્રી સુધી પહોંચી જતા જિલ્લામાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે.

જયારે ગંગોત્રીના તીર્થ પુરોહિત રજનીકાંત સેમવાલે જણાવ્યું હતું કે ગંગોત્રીધામ ક્ષેત્રમાં પણ ગત સોમવારે રાત્રીથી હળવી હિમવર્ષા થઈ રહી છે. જોષીમઠમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં બરફવર્ષા થઈ હતી. મુનસ્યારીના ઉચ્ચ હિમાલયી વિસ્તારો પંચામુલી, રાજરંભા, હીરામણી ક્ષેત્રમાં પણ બરફ વર્ષા થઈ હતી.


Loading...
Advertisement