ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે 7મો આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

26 November 2019 04:30 PM
Rajkot Business Saurashtra World
  • ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે 7મો આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

ભારત-આફ્રિકા વચ્ચે કૃષિ વેપારને એક તાંતણે જોડવા સંમેલન: આફ્રિકન દેશના પ્રતિનિધિઓનું વેપારીઓ-ખેડૂતોને માર્ગદર્શન આપશે

રાજકોટ તા.26
ભારત અને આફ્રિકા માં લગભગ એક સમાન આબોહવા અને સમાન સામાજીક/આર્થિક પરિસ્થિતિ પ્રર્વતમાન છે કે જે બંને દેશો વચ્ચે ભવિષ્યના સહકારનો પાયો છે,આફ્રિકા નો ૠઉઙ 2020 સુધીમાં 2.6 બિલિયન ઞજઉ પહોચવાનું અનુમાન છે.2030 સુધીમાં આફ્રિકા તેનું કૃષિ ઉત્પાદન 280 બિલિયન ઞજઉ થી વધારી 880 બિલિયન ઞજઉ કરવાની ઇચ્છા ધરાવે છે.આ ઘ્યેય ખેતીલાયક જમીનને ઉપયોગમાં લાવી અને ઉચ્ચ ઉપજ આપતા પાકોની મદદથી પૂર્ણ કરવામાં આવશે.ભારતે તાજેતરના વર્ષોમાં કૃષિ ક્ષેત્રે નોંધનીય હરણફાળ ભરી છે અને ભારતનું ફુડ સેકટર પરિવર્તન ના તબકકામાં (વેપાર અનુસંધાને)છે.આને લીધે ભારત અને આફ્રિકા વચ્ચે કૃષિ વેપાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સહયોગની સંભાવનાઓ ઉભી થાય છે.
સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ પણ ભારતીય કૃષિ વેપારીઓ નિષ્ણાંતોને આફ્રિકન દેશો સાથે જોડાવાનું એક મંચ પુુરું પાડે છે.ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને વિવિધ તબકકે મદદ પુરી પાડેલ છે.
રંધાવાએ લખેલ પત્રમાં અનુરોધ કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને ગુજરાતના કૃષિ ઉધોગ અને આફ્રિકન દેશો સાથે જોડાણ કરાવવા આમંત્રિત કરીએ છીએ કે જેથી કરીને ગુજરાતનો કૃષિ/ફૂડ પ્રોસેસિંગ ઉધોગ અને આફ્રિકન બજારોનો પરસ્પર લાભ ઉઠાવી શકાય.
અત્રે એ જણાવવું જરૂરી છે કે 2015થી સૌરાષ્ટ્ર વેપાર ઉધોગય મહામંડળ દ્વારા આફ્રિકન દેશોના પ્રતિનિધિ મંડળો, ડિપ્લોમેન્ટસ અને મિનિસ્ટર્સને બોલાવી ને સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપારિક અને આર્થિક સંબંધોને મજબૂત અને વ્યાપક બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે માટે સતત પાંચ વર્ષ થી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ સુધીમાં 40 દેશોમાંથી 800 કરતા વધુ પ્રતિનિધિઓ રાજકોટની મુલાકાતે આવી ચુકયા છે. અત્રે એ નોંધવું પણ જરૂરી છે કે આફ્રિકન ડેવેલપમેન્ટ બેંકની ગાંધીનગર ખાતે યાુેજાયેલ મીટર દરમ્યાન અને 2019 ના વાઇબ્રન્ટ ગુજરાત દરમ્યાન કૃષિ ક્ષેત્રના ખઘઞ કરવા માટેદ તથા આફ્રિકન દેશોના ડેલિગેટસ ને લાવવા માટે પણ પરાગ તેજૂરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને જવાબદારીઓ સોંપવામાં આવેલ.
સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આયોજીત સાતમાં આંતર રાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા મહેશભાઇ નગદીયા, મહેશભાઇ મહેતા, મયુરભાઇ ખોખર, ભુપતભાઇ વસરા, રોનકભાઇ વખારિયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement