મોરબીમાં જુગારની ચાર રેડમાં 15 પતાપ્રેમી જુગાર રમતા પકડાયા

26 November 2019 02:13 PM
Porbandar
  • મોરબીમાં જુગારની ચાર રેડમાં 15 પતાપ્રેમી જુગાર રમતા પકડાયા

(જીગ્નેશ ભટ્ટ) મેારબી તા.26
મોરબીમાં પોલીસે જુદી જુદી ચાર જગ્યાઓએ રેડ કરતાં તીનપની તેમજ નોટનંબરીનો જુગાર રમતા કુલ 15 ઇસમોને પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા અને તેઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી શક્તિ ચેમ્બર પાસે બી ડિવિઝન પોલીસે બે રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, સવજીભાઈ દાનાભાઈ સોલંકી, અશોકભાઈ મેરૂભાઈ માંડલીયા,સુરેશભાઈ રામજીભાઈ મારૂણીયા તેમજ બીજી રેડમાં હેમંતભાઇ વેલજીભાઈ ડાભી, સુરેશભાઈ અમરશીભાઈ સારલા, મનસુખભાઇ કરશનભાઇ સાવરીયા, કિશોરભાઈ કલાભાઈ જાદવ, કિરીટભાઈ રવજીભાઈ કલેતરા, દિનેશગીરી દેવગીરી ગેાસાઇ અને હરિભાઈ પમાંભાઈ સેાલંકીને રૂા.12,300 મળીને બે રેડમાં કુલ રેાકડા રૂા.15,180 સાથે તેમજ બીજી બે રેડમાં ત્રાજપરમાંથી જલા સીંધા ગેાલતર તેમજ સંજય જયંતિભાઇ કેાળીને જૂગાર રમતા રેાકડા રૂા.3000 સાથે તથા મેારબી એ ડિવિજન પેાલીસે મકરાણીવાસ નજીક જાહેરમાં ચલણી નેાટેા ઉપર હારજીતનેા જૂગાર રમી રહેલા આરીફ મુસ્તાક બ્લેાચ અને મુનીર અહેમદ પઠાણને રેાકડા રૂા.310 સાથે પકડી પાડયા હતા.


Loading...
Advertisement