બોટાદની આદર્શ શાળાની છાત્રાઓ સાયન્સ ડ્રામામાં વિજેતા: ઇનામ અપાયા

26 November 2019 01:28 PM
Botad
  • બોટાદની આદર્શ શાળાની છાત્રાઓ સાયન્સ ડ્રામામાં વિજેતા: ઇનામ અપાયા

રાજકોટ: સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા જીલ્લા કક્ષાની સાયન્સ ડ્રામામાં સ્પર્ધા યોજાઇ હતી.જેમાં આદર્શ મા.શાળા-હડદડની બહેનો જીલ્લા કક્ષાએ પ્રથમ સ્નાન પ્રાપ્ત કર્યું હતું.જે બહેનોની ટીમે રાજય કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ભરાડ વિશ્ર્વ વિધાલય-ત્રંબા(રાજકોટ)ખાતે તારીખ:-23/11/2019ના રોજ યોજાઇ હતી જેમાં તેઓની કૃતિને રાજય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ કૃતિ આગામી દિવસોમાં નેશનલ લેવલ પર નેહરુ સાયન્સ સેન્ટર મુંબઇ ખાતે ગુજરાત રાજયનું નેતૃત્વ કરશે તેમજ નાટકની સ્ક્રીપ્ટ તૈયાર કરનાર શિક્ષિકા બહેન શ્રી કિરણબેન લશ્કરીની પણ પસંદગી શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ તૈયાર કરનાર તરીકે થયેલ છે.જે બદલ શાળાના આચાર્ય શ્રી સંજયભાઇ ધાધલ તથા ભાગ લીધેલ બહેનોની ટીમને તેમજ સ્ક્રીપ્ટ તૈયાર કરનાર બહેનશ્રીને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના મેનેજીંગ ટ્રસ્ટી માધવસ્વરૂપદાસજી સ્વામી તથા સેક્રેટરી મુકેશભાઇ કાનેટીયા તથા કો.ઓર્ડિનેટર નિકુંજભાઇ પંડિત સમગ્ર ટીમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે.


Loading...
Advertisement