ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

26 November 2019 01:16 PM
Dhoraji Education
  • ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

કે.જી.થી કોલેજ કક્ષા સુધીના 107 વિદ્યાર્થીઓનું અભિવાદન

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.26
ધોરાજી ખાતે બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.
બહારપુરા વાડી વિસ્તાર આદર્શ એપાર્ટમેન્ટ પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ સમારોહમાં કે.જી.થી કોલેજ કક્ષા સુધીના 107 વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓએ 70 ટકાથી 100 ટકા સુધી માર્ક મેળવેલ તેઓને શિલ્ડ તથા પ્રોત્સાહિત ઈનામો અર્પણ કરવામાં આવેલ.
બાળકોને ઈનામ વિતરણ કમિટીના પ્રમુખ રીયાઝભાઈ રજાકભાઈ ચૌહાણ તથા કમિટીના હોદ્દેદારો દ્વારા કરાયેલ હતું. સન્માન સમારંભ કાર્યક્રમમાં મુકતસર તકરીરનુ આયોજન કરેલ જેમા મૌલાના મો.શકીલબાપુ સીરાજીએ શિક્ષણનું મહત્વતા સમજાવીને તકરીર કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ સંચાલન સલીમભાઈ પાનવાલા (એન્જી.)એ કરેલ હતું.


Loading...
Advertisement