ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

26 November 2019 01:11 PM
Bhavnagar Education Saurashtra
  • ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર
  • ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

કોલેજની માન્યતાને લગતો પરિપત્ર રદ્દ કરવાની ઉગ્ર માંગ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.26
ભાવનગરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ એસએનડીટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ વિભાગના પરિપત્ર અને કોલેજની માન્યતા મામલે કોલેજ ખાતે દેખાવો કરી રોડ પર ચકકાજામ કર્યો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મર્જ કરવામાં આવેલ એસએનડીટી મહિલા કોલેજમાં અભ્યાસ કરી ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીનીઓની ડિગ્રીની માન્યતા અંગે શિક્ષણ વિભાગના પરિપત્રનો વર્ષ 2012થી અમલ કરવાના નિર્ણયના વિરોધમાં મહિલા કોલેજ ખાતે એકઠી થયેલ વિદ્યાર્થીનીઓએ કોલેજ ખાતે દેખાવો કર્યા હતા અને રોડ પર ચકકાજામ કરતા પોલીસ કાફલો મહિલા કોલેજ દોડી ગયો હતો.

દેખાવો અને ચકકાજામ અંગે વિદ્યાર્થીનીએ માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓના પ્રશ્ર્નને લઈને ગાંધી મહિલા કોલેજના સંચાલકો પણ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા દોડી ગયા હતા અને વિદ્યાર્થીનીઓના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે.

આ અંગે કોલેજના સ્મિતાબેને માહિતી આપી હતી. શિક્ષણ વિભાગના પરિપત્રની પાછલી અસરથી અમલ કરવાના નિર્ણયના પગલે કોલેજમાં અભ્યાસ કરનાર સેંકડો વિદ્યાર્થીનીઓની ડિગ્રી નકામી થઈ જાય તેવી સ્થિતિમાં છાત્રાઓએ આંદોલન શરૂ કર્યુ છે.


Loading...
Advertisement