પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

25 November 2019 05:03 PM
Rajkot Education Saurashtra
  • પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

ઉત્તરવહીમાં જૂદા-જૂદા અક્ષરવાળા લખાણ મળી આવતા 2 વિદ્યાર્થીને 1+8 અભદ્ર ભાષા લખનાર 1ને 1+5 અને મોબાઈલ સાથે નકલ કરનારા પાંચને 1+4ની સજા

રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ગેરરીતી અને કોપી કેસમાં પકડાયેલા 64 જેટલા વિદ્યાર્થીઓને આજે યુનિ.ની પરીક્ષા શુધ્ધીકરણ સમિતી (ઈડીએસસી)ની બેઠકમાં સુનાવણી હાથ ધરી સજા ફટકારવામાં આવી હતી.
આ બેઠકમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટીની પરીક્ષામાં ચોરી અને ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને તેડુ મોકલી સુનાવણી માટે બોલાવવામાં આવેલ હતા. જેમાંથી માત્ર 28 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે 36 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જેમાં ગેરરીતી વાળા 52 વિદ્યાર્થીઓને 1+1 અને 4 વિદ્યાર્થીએને 1+0ની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત પૂરક અને મુખ્ય ઉત્તરવહીમાં જૂદા જૂદા અક્ષરે લખાણ લખનારા મકવાણા જયપાલ અને સરવૈયા અનીલને 1+8ની સજા આપવામાં આવી છે.
જયારે અભદ્ર ભાષામાં લખાણ લખનાર ખેરાલા સુખદેવ નામના વિદ્યાર્થી 1+5ની તેમજ મોબાઈલ સાથે પરીક્ષામાં બેસનાર અને સુપરવાઈઝર સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરનારા મહેતા અપીખા નામના વિદ્યાર્થીને 1+4ની સજા આપવામાં આવેલ છે.
જયારે મોબાઈલ સાથે નકલ કરતા પકડાયેલા જાડેજા હિતેન્દ્ર રૂપારેલ અમીત મકવાણા શ્રવણ તેમજ પરીક્ષા ખંડમાં નકલ અને ગેરવર્તન કરતા પકડાયેલા ધાધલ રવિરાજને 1+4ની સજા ફટકારવામાં આવી છે. યુનિ.ની આ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ પ્રશ્ર્નોના જવાબ આપવાના બદલે હાઉડી મોદી અંગે લખાણ લખી કાઢેલ હતું.


Loading...
Advertisement