બોટાદ: ચાલુ ડાયરામાં સ્ટેજ પર જ યુવકે લોક ગાયકને થપ્પડ મારી જાણો કેમ....

25 November 2019 01:15 PM
Botad Crime Rajkot Saurashtra
  • બોટાદ: ચાલુ ડાયરામાં સ્ટેજ પર જ યુવકે લોક ગાયકને થપ્પડ મારી જાણો કેમ....

આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો.

બોટાદ: સામાન્ય રીતે આપણે ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો જોતા હોઇએ છીએ પરંતુ બોટાદમાં ચાલુ ડાયરામાં લાફાનાં વરસાદનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. બોટાદમાં માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાત સિંહ સોલંકી ગાઇ રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો. તે માતાજીનાં ભજન પણ નશાની હાલતમાં જ કરી રહ્યો હતો.

આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો બોટાદનાં સાળંગપુર વિસ્તારનો છે. આ લાફાવાળી બાદ અન્ય લોકો પણ યુવકનાં સમર્થનમાં આવે છે. તે લોકોનો આપોપ છે કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવતા માતાજીની ગરીમા જળવાતી નથી. તેમને પહેલા જ કહ્યું હતું કે માતાજીનો ડાયરો છે. મહત્વનું છે કે, માતાજીનાં ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

યુવકે અચાનક જ્યારે કલાકારને લાફા ફટકાર્યા તે બાદ લોકોએ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને નીચે ઉતરી જવા કહ્યું હતું. જોકે, તે નીચે ઉતરતા જ અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો. હવે આ તપાસનો વિષય છે કે ખરેખર ગાયક કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે નહીં. તે જોવાનું રહ્યું.


Loading...
Advertisement