ઈન્વેસ્ટરોના નાણાની ઉચાપત: કાર્વી પછી 3 ડઝન બ્રોકરો રડારમાં

25 November 2019 11:34 AM
Business India
  • ઈન્વેસ્ટરોના નાણાની ઉચાપત: કાર્વી પછી 3 ડઝન બ્રોકરો રડારમાં

ગ્રાહકોની સિકયુરીટી રકમ, પ્લેજ રખાયેલા શેરોના ગેરકાયદે વેચાણની સેબીને ઢગલાબંધ ફરિયાદો : બ્રોકરોને કિલયરીંગ અને સેટલમેન્ટ સર્વિસમાંથી બાકાત રાખવા વિચારણા

મુંબઈ તા.25
માર્કેટ રેગ્યુલેટર સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કલાયન્ટના શેરનો ઉપયોગ કરવાની પ્રથામાં રોકાયેલા વધુ બ્રોકરો સામે હવે નાળચુ માંડયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદો માત્ર કાર્વી સ્ટોક બ્રોકીંગ પુરતો મર્યાદીત નથી. ગ્રાહકોના રૂા.10000 કરોડ જેટલા ફંડની ઉચાપત કરવા બદલ 3 ડઝન જેટલા બ્રોકરો સામે પણ તપાસ તોળાઈ રહી છે.
ગ્રાહકોનું ફંડ પાછું આપવા સેબીની 31 ઓગસ્ટની ડેડલાઈન કેટલાય બ્રોકરો ચુકી જતા આ મુદો પ્રકાશમાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ બ્રોકરો જો ગ્રાહકોના નાણાં પાછા આપી નહીં શકે તો મોટી સમસ્યામાં આ મુદો પરિણમશે.
કાર્વી સ્ટોક બ્રોકીંગએ લોન માટે ગીરવે રખાયેલા શેર ગેરકાયદે વેચી નાખ્યાનું બહાર આવતા બ્રોકરોને કિલયરીંગ અને સેટલમેન્ટ સર્વિસીસમાંથી બહાર રાખવા સેબી વિચાર કરી રહી છે.
જાણકારોના જણાવ્યા મુજબ ગ્રાહકોને પેચાઉટ કરવામાં બ્રોકરો ડિફોલ્ટ થવાની કેટલીય ફરિયાદો સેબીને મળી હતી. ગ્રાહકોના નાણાના વ્યવહાર બાબતે સેબી હવે સિસ્ટમ અને પ્રક્રિયા સુદ્દઢ કરવા વિચારી રહી છે. સેબીના એક અધિકારીના જણાવ્યા મુજબ એક વિકલ્પ બ્રોકરોને સેટલિંગ અને કિલયરીંગ ટ્રેડમાંથી બાકાત રાખવાનો છે.
છેલ્લા એક વર્ષથી બ્રોકરોના ડિફોલ્ટમાં વધારો થયો છે, અને આ કારણે શેરબજાર સામે લિસ્ટમેટિક જોખમ ઉભું થયું છે. આ કારણે રેગ્યુલેટર ગ્રાહકોના કોલટેરલ, સેટલમેન્ટ અને ટ્રેડ કિલયરીંગની કામગીરી સારી મૂડી ધરાવતા બેંક કસ્ટોડીયનને સોંપવા વિચાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સેબીએ 22 નવેમ્બરે કાર્વીને નવા ગ્રાહકો લેતા અને ટ્રેડ એકઝીસુટ કરતી રોકી હતી. કાર્વી સામે કલાયન્ટ સિકયુરીટીનો ગ્રાહકોએ અધિકૃત કર્યા ન હોવા છતાં ટ્રેડ માટે દુરુપયોગ કર્યાનો આક્ષેપ છે.ભારતમાં બ્રોકર દ્વારા 2500 કરોડનું ડિફોલ્ટ સૌથી મોટો બનાવ છે.જાણકારોના જણાવ્યા મુજબ કાવીને અટકાવતો સેબીનો આદેશ નીતિમાં પરિવર્તન, ખાસ કરીને કિલયરીંગ અને સેટલમેન્ટ પ્રોસેસમાં સ્ટોકબ્રોકરની સામેલગીરી અટકાવવા અને બ્રોકરની જવાબદારી ટ્રેડીંગ પુરતી જ મર્યાદીત કરવાની જરૂરિયાત સૂચવે છે. ગ્રાહકની સિકયુરીટીસ પ્રોપ એકાઉન્ટ અથવા પુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું ટાળવું જોઈએ. આવા બનાવો ટાળવા કલાયન્ટના ઉપયોગમાં ન લેવાયેલા ફંડ, જમા રકમની ડિપોઝીટર્સ દ્વારા ઓનલાઈન જાણકારી ઈચ્છનીય છે.
ભૂતકાળમાં પણ એક બ્રોકરે કરોડોના ગ્રાહકના મ્યુચ્યુઅલ ફંડ યુનિટો વેચી નાખ્યા હતા.કાર્વી સ્ટોક બ્રોકર પાસે 244,000 ગ્રાહકોના ખાતા છે. કાર્વી પોતાનું પેમેન્ટ મોડુ કરી રહ્યાની ગ્રાહકોની ફરિયાદ સેબીને મળતાં આ મુદો પ્રકાશમાં આવ્યો હતો.
એનસીઈ દ્વારા કરાયેલા વાર્ષિક ઈન્સ્પેકશનમાં 1 એપ્રિલ 2016 અને ઓકટોબર 2019 વચ્ચે ટ્રેડીંગમાં વિસંગતતા જોવા મળી હતી.પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે કે કાર્વીએ રૂા.1096 કરોડની રકમ ગ્રુપ કંપની કાર્વી રિઅલ્ટી પ્રાઈવેટ લીમીટેડમાં ટ્રાન્સફર કરી હતી.એનએસવીએ આ મામલામાં કાર્વીના ટ્રેડની એનાલીસીસ કરવા ઈવાય ઈન્ડીયા લીમીટેડને કામ સોંપ્યું છે.


Loading...
Advertisement