બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

25 November 2019 10:26 AM
Ahmedabad Education Government Gujarat Rajkot Saurashtra
  • બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

ગુજરાતી અને અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી દર કલાકે પાંચ હજાર અક્ષર ટાઈપ કરી શકે તેવી સ્પીડ પણ હોવી જોઇએ.

અમદાવાદ: બિનસચિવાલયની પરીક્ષામાં હવે ગ્રેજ્યુએટની ડિગ્રીની ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગેનાં નોટિફિકેશનની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગત 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં પહેલા સરકારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી ફરજિયાત રાખી હતી પરંતુ વિરોધ થવાને કારણે તેમનો નિર્ણય પાછો ખેંચીને બિનસચિવાલય કલાર્કમાં ધોરણ 12ની લાયકાત નક્કી કરી હતી.

રાજ્ય સરકારે આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કલાર્ક તરીકેની ધો. 12 પાસને બદલે ગ્રેજ્યુએટ-સ્નાતક કરી દીધી છે. બિનસચિવાલય કલાર્કની તાજેતરમાં હાથ ધરાયેલી ભરતીમાં ધો. 12 પાસની લાયકાત હતી. આ ઉપરાંત બિનસચિવાલય કલાર્ક તરીકેની નિમણૂંક ડાયરેકટ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. પ્યુનમાંથી પ્રમોશન આપીને નિમણૂંક કરવાની પ્રથાને પણ માન્ય ગણાઈ નથી. કલાર્ક તરીકે પસંદ થવા મહત્તમ વય મર્યાદા 35 વર્ષની રહેશે.

આ ઉપરાંત ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસિફિકેશન એન્ડ રિક્રુમેન્ટ (જનરલ) રૂલ્સ, 1967 પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આવશ્યક છે. ગુજરાતી અને અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી દર કલાકે પાંચ હજાર અક્ષર ટાઈપ કરી શકે તેવી સ્પીડ પણ હોવી જોઇએ.


Loading...
Advertisement