શું આપ જાણો છો? એક કિડનીની જેમ માણસ અડધા મગજથી પણ જીવી શકે છે!

25 November 2019 10:19 AM
Health World
  • શું આપ જાણો છો? એક કિડનીની જેમ માણસ અડધા મગજથી પણ જીવી શકે છે!

કેલિફોર્નિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એ એવા 6 દર્દીઓના મગજનું સ્કેન કરેલું, જેમની પાસે મગજનો માત્ર એક જ હિસ્સો હતો

લંડન તા.25
માણસ બે કિડની પૈકી એક કિડનીથી જીવી શકે છે. એ જાણીતી વાત છે પણ શું માણસ અડધા મગજથી પણ જીવી શકે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં 6 એવા દર્દીઓના મગજ સ્કેન કરવામાં આવ્યા, જેમની પાસે મગજનો એક જ ભાગ મોજૂદ હતો.
આ બધા દર્દીઓ 20થી30 વર્ષની વયના હતા અને બાળપણમાં ઈપિલિપ્સીના કારણે તેમના અડધા મગજને કાપીને હટાવી દેવામાં આવ્યું હતું. કોઈપણ ઈલાજ કામ ન કરવાના કારણે તેમના મગજમાં આવી સર્જરી કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ સ્કેનમાં જાણ્યું કે ખોપરીની અંદર બચેલા અડધા મગજે ખુદમાં ફેરફાર કર્યો અને પોતાના અડધા ભાગના કાર્યોની વ્યવસ્થા પણ શીખી લીધી. આ સ્થિતિમાં અડધુ મગજ સર્જરી કરી કાઢવાની આ પ્રક્રિયા ખૂબ જ સફળ રહી. અડધા મગજવાળા લોકોના મગજના જુદા જુદા ભાગોમાં પારસ્પરિક સંબંધો સામાન્ય મગજવાળા લોકોની તુલનામાં વધારે હતો. અડધા મગજવાળા લોકોનો વહેવાર બિલકુલ સામાન્ય લોકો જેવો જ હતો. વિશેષજ્ઞોના અનુસાર એ એક અદભૂત ઘટના હતી.
મુખ્ય સંશોધક ડોરિટ કિલભાનનું કહેવું હતું કે જે લોકોના મગજમાં હેમિસ્ફેયરેકટોમી સર્જરી થઈ હતી તેમના મગજ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા હતા. તેમના ભાષાકીય કૌશલ અટીક હતા.
આ હેમિસ્ફેયરેકટોમીના 6 મરીઝોની તુલના 6 પૂરા મગજવાળા લોકો સાથે કરાઈ. દરેકને એમઆરઆઈ માટે કહેવાયુ જેથી સંશોધક તેમના મગજની ગતિવિધિને ટ્રેક કરી શકે. સંશોધકોએ મગજના એ ભાગોના નેટવર્કને જોયું જે દ્રષ્ટી, હરકતો, ભાવનાઓ અને બુદ્ધિમતને નિયંત્રિત કરે છે. ટીમને વિશ્ર્વાસ હતો કે અડધા મગજવાળા લોકો પૂરા મગજવાળા કરતા કમજોર હશે પણ આશ્ર્ચર્ય સાથે તેઓ અડધા મગજવાળામાં વૈશ્ર્વિક સંપર્ક અને જુદા જુદા ભાગો વચ્ચે મજબૂત સંબંધ જોવા મળેલો.


Loading...
Advertisement