કેલિફોર્નિયાનું સ્ટાર્ટઅપ એર પ્રોટીન બનાવશે : અવકાશયાત્રીઓને ઉપયોગી

23 November 2019 02:55 PM
Technology World
  • કેલિફોર્નિયાનું સ્ટાર્ટઅપ એર પ્રોટીન બનાવશે : અવકાશયાત્રીઓને ઉપયોગી

અમેરિકામાં બ્રુકલિન ન્યુ યોર્કની સ્ટાર્ટઅપ કંપનીએ કાર્બન નેગેટીવ-એરબેઝડ વોડકા બનાવ્યા પછી હવે કેલિફોર્નીયાની કંપનીએ એર પ્રોટીન બનાવ્યું છે. આ બે એરિયા કંપનીની પ્રોડકટને મીટલેસ મીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને અવકાશયાત્રીઓને ઉપયોગી થાય એવી આ પ્રોડકટ દ્વારા વ્યકિતને માંસ જેવુ પ્રોટીન હવામાંથી મળે છે. એમાં કાર્બન ડાયોકસાઇડને પ્રોટીનમાં ફેરવવાની નાસા (નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના તંત્રે વિકસાવેલી ટેકનોલોજીનો વપરાશ કરવામાં આવે છે. બે એરિયા કંપનીના ચીફ એકિઝયુકટીવ ઓફિસર (સીઇઓ) લીઝા ડાયસને જણાવ્યું હતું કે આપણે જમીન અને પાણી પર આધાર ન રાખવો પડે એ રીતે વધારે પ્રમાણમાં આહારનું ઉત્પાદન કરવાની જરૂર છે. એરબેઝડ મીટ અથવા મીટલેસ મીટનું ઉત્પાદન એ દિશામાં મહત્વપૂર્ણ કદમ ગણાય. વિશ્ર્વ પ્લાન્ટ બેઝડ મીટ એટલે કે વનસ્પતિ દ્વારા પ્રોટીનના વિકલ્પની દિશામાં આગળ વધે છે. કુદરત પર વધુ બોજ નાખ્યા વગર વધતી વસ્તીની માંગણીને પહોંચી વળવા આહારની ઉપજ વધારવાનો આ પ્રયત્ન છે.


Loading...
Advertisement