મહિલાઓની ખૂબ સારી ઘરાકી ધરાવતા દુબઈના એક બારમાં અનોખી પ્રમોશન સ્કીમ છે. મહિલાનું વજન જેટલું વધારે એટલા ફ્રી ડ્રીન્કસ તેને ઓફર કરવામાં આવે છે. કેસલ્સ અલ બાર્શા હોટેલની ફયુઝન કલબમાં આ સ્કીમ વર્ષના અંત સુધી અમલમાં રહેશે. સ્કીમ મુજબ મહિલાના વજનના એક પાઉન્ડ દીઠ 0.12 ડોલરની ક્રેડિટ તેને આપવામાં આવે છે. એનો અર્થ એવો કે 150 પાઉન્ડસ વજન ધરાવતી મહિલા 18.50 ડોલર કિંમતના ફ્રી ડ્રિન્કસ મેળવી શકે છે.
બારના ફુડ એન્ડ બેવરેજ મેનેજર અનિલ કુમારે જણાવ્યું હતું કે ‘મહિલાઓનું વજન કરવા માટે અમારી પાસે વેઈંટ મશીન છે, પરંતુ ગ્રાહક સ્ત્રીઓ તેમનું વજન બાર ટેન્ડર્સને મોઢે કહે તો પણ ચાલે. અમે તેમની વાતનું માન રાખીએ છીએ. અમે મહેમાનોએ જણાવેલા વજનની ચકાસણી કરવાનો આગ્રહ રાખતા નથી’.