બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

23 November 2019 01:51 PM
Veraval Crime Education Saurashtra
  • બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

વેરાવળ, તા. ર3
તાજેતરમાં લેવાયેલી બીન સચિવાયલ કલાર્કની પરીક્ષામાં અનેક જીલ્લા-ઓ અને કેન્દ્રો માં ગેરરીતીઓ થઇ હોવાનું બહાર આવેલ છે ત્યામરે પરીક્ષાર્થીઓના હિતને ઘ્યાદનમાં લઇ આ પરીક્ષા રદ કરી નવેસરથી ચુસ્તો બંદોબસ્ત હેઠળ યોજવાની માંગણી સાથેનું આવેદન પત્ર ગીર સોમનાથ જીલ્લાયના બીન સચિવાયલની પરીક્ષાના ઉમેદવારોએ જીલ્લાો કલેકટરને સુપ્રત કરેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાંથી મોટી સંખ્યોમાં બીન સચિવાયલ કલાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારો મોટી સંખ્યાામાં કલેકટર કચેરીએ એકત્ર થયા બાદ આવેદન પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે, સમગ્ર રાજયમાં 3901 જગ્યા ઓ માટે આઠ લાખ ઉમેદવારોએ એક સારી નોકરીની આશા સાથે પરીક્ષા આપી હતી. દરમ્યાલન અમુક કેન્દ્રો માં પરીક્ષામાં આચરાયેલી ગેરરીતીના કારણે ખરેખર મહેનત કરેલ પ્રમાણીક વિઘાર્થીઓ હતાશામાં ગરકાવ થઇ ગયાની સાથે તેમના ભવિષ્યઠનું શું ? તે એક સવાલ ઉભો થયો છે જયારે જે પરીક્ષા કેન્દ્રો્માંથી ગેરરીતી બહાર આવી છે તે તરફ હજુ સુઘી સરકારે કંઇ કર્યુ નથી.
આ પરીક્ષામાં પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, અરવલ્લીથ, ગીર સોમનાથ જેવા મોટા શહેરોની જ વાત હજુ બહાર આવી છે ઘણા જીલ્લાગઓમાં તો વ્યતકિતગત રીતે ઉમેદવારોએ પોતાના જ વર્ગમાં ગેરરીતી થતી નિહાળી છે જે વાત હતો હજુ બહાર આવી નથી જયારે ગીર સોમનાથ, બનાસકાંઠા જીલ્લા ના શહેરોમાં તો ખુદ શિક્ષકો જ ચાલુ પરીક્ષા દરમ્યાબન જવાબો લખાવી રહેલ હોવાની વાત પ્રકાશમાં આવી છે તો અમુક કેન્દ્રમાં તો અગાઉથી પરીક્ષાનું પેપર ફુટી ગયુ હોવાની છડેચોક ચર્ચાય રહેલ છે ત્યા રે જે કેન્દ્રો માં ગેરરીતી થઇ તેની ઉચ્ચદસ્તારીય તટસ્થપ તપાસ થવી જોઇએ અને તેમાં કેન્દ્રલના જવાબદાર સ્ટાયફની સંડોવણી હોય તો તેઓની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ તેમ જણાવી આ તમામ મુદાઓને ઘ્યા્ને લઇ આ પરીક્ષા રદ કરી ફરી યોજવા માંગણી કરેલ હોવાનું અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement