ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

23 November 2019 01:29 PM
Gondal Education Rajkot Saurashtra Sports
  • ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

6 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

ગોંડલની લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત યુએલડી મહિલા કોલેજની કરાટે ચેમ્પીયન વિદ્યાર્થીનીઓએ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ. જેમાં 6 ગોલ્ડ 7 સિલ્વર 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગોંડલને ગૌરવ અપાવેલ છે. જેમાં સખીયા વૃષાલી એ ગ્રીનોયા ગ્રીસમાબી. ધવા રિધ્ધી એચ. પોકળ સુરભી એન ધામી કૃપાલી સી. ભુવા બંસરી આર વ્યાસ નેહા એચ. રામાણી દુરબી ડી વિદ્યાર્થીનીએ અગ્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુકે આ વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવેલ હતા.


Loading...
Advertisement