એસટીની તમામ માહિતી હવે મોબાઇલ એપ પર ઉપલબ્ધ

22 November 2019 01:10 PM
Gondal Rajkot Saurashtra Technology Travel
  • એસટીની તમામ માહિતી હવે મોબાઇલ એપ પર ઉપલબ્ધ

પાસ પણ ઓનલાઇન મળી શકશે : અગ્રાવત

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.22
એસટીની તમામ માહિતી હવે એન્ડ્રોઇડ મોબાઇલ એપ પર ઉપલબ્ધ બની છે. આ નવી એપ્લીકેશન દ્વારા ઓનલાઇન બુકીંગ તેમજ બસનું લાઇવ ટ્રેકીંગ થઇ શકશે.
ગોંડલ ડેપો મેનેજર અગ્રાવતે જણાવ્યું હતું કે આ અંગે એન્ડ્રોઇડ મોબાઈલ માટે ઓનલાઈન સિસ્ટમ (એપ્લિકેશન) અપગ્રેડ કરાઈ છે. આ માટે એસટી વિભાગની એપ ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન બુકીંગ, એડવાન્સ બુકીંગ, ટિકિટ કેન્સલ કરાવવા, કેન્સલ ટિકિટ રિફંડ નું સ્ટેટ્સ, બુકિંગ ની હાલની સ્થિતિ, બસના રૂટ, ટાઈમ ટેબલ, કેન્સલ થયેલ બસ
વિશેની જાણકારી, ટિકિટ રિશીડ્યુલ કરવાની સુવિધા, વિદ્યાર્થીઓ માટે બસ પાસ સહિત બસના લાઈવ લોકેશન જાણવાની સુવિધા પણ નવી એન્ડ્રોઇડ એપ્લિકેશન માં ઉપલબ્ધ કરાવાય છે. આ તમામ સુવિધાઓ આંગળીના ટેરવે મેળવવા જીએસઆરટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગોંડલ ના ડેપો મેનેજર અગ્રવતે મુસાફરોને અનુરોધ કર્યો છે. ગોંડલ પાસ સીસ્ટમ ટુક સમય માં ઓનલાઈન કરવામાં આવશે જેથી મુસાફરોએ પાસ કઢાવવા માટે ડેપો સુધી ધક્કા ખાવા ની જરૂર રહેશે નહિ.


Loading...
Advertisement