શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી રિકવરી: ભારત પેટ્રો-કોલ ઈન્ડિયા ઘટયા

21 November 2019 06:34 PM
Business
  • શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી રિકવરી: ભારત પેટ્રો-કોલ ઈન્ડિયા ઘટયા

ઈન્ડેકસ સ્થિર: ઝી એન્ટરટેઈનમેન્ટમાં કરંટ

રાજકોટ તા.21
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટ વચ્ચે નીચામથાળેથી રિકવરી આવી હતી. ઈન્ડેકસ સ્થિર જેવા રહ્યા હતા.
શેરબજારમાં આજે વૈશ્ર્વિક નરમાઈનો પ્રત્યાઘાત હતો છતાં સરકાર એક પછી એક સુધારાના પગલા લઈ રહી હોવાથી ટોન મકકમ હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ પાંચ પોઈન્ટ વધીને 40657 હતો જે ઉંચામાં 40744 તથા નીચામાં 40558 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી પાંચ પોઈન્ટ વધીને 11993 હતો. જે ઉંચામાં 12018 તથા નીચામાં 11965 હતો. મુખ્ય શેરોમાં ઝી એન્ટર, આઈશર મોટર્સ, લાર્સન, અદાણી પોર્ટ,સ્ટેટ બેંક, ટીસીએસ, બજાજ ઓટો, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાયન્સ નીપોન, એચડીએફસી, એએમસી ઉંચકાયા હતા. ભારત પેટ્રો, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, યશ બેંક, મારૂતી, રીલાયન્સ, ટીસ્કો, એક્ષીસ બેંક, હીરો મોટો, ઈન્ડુસઈન્ડ બેંક નબળા હતા.


Loading...
Advertisement