જો તમને મુસાફરીના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ

21 November 2019 06:32 PM
Health
  • જો તમને મુસાફરીના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ

જ્યારે પણ આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ તો આપણને સપના આવે છે. સપનામા આપણે રોજ અલગઅલગ પ્રકારની ચીજ, કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યક્તિ સાથે મળીએ છીએ. એક્સપર્ટસનું માનીએ તો સપનામાં કેટલીક એવી સમાનતા હોય છે, જે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક જીવનથી મેળ ખાય છે. હંમેશા આપણને રાત્રે એ જ સપના આવે છે, જેના વિશે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ કેટલીકવાર એવા અજીબ સપના પણ આવે છે કે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું હોતું નથી. અથવા ન તો તેનું આપણા જીવન સાથે કોઈ કનેક્શન હોય છે. સપનામાં દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ કનેક્શન તો હોય છે.
જો તમને સપનામાં કાગડો દેખાય તો તે અશુભ ગણાય છે. સપનામાં કાગડો દેખાવો કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે. સપનામાં જો તમે ખુદને મુસાફરી કરતા જુઓ તે તેના આગામી દિવસે તમે મુસાફરી ન કરવી જોઈએ, તે અશુભ કહેવાય છે. જો તમે સપનામાં મુંડન કરાવતા જુઓ તો તે પણ અશુભ કહેવાય છે. પરિવારમાં કોઈના મૃત્યુ થવાના સંકેત આપે છે. જો તમે સપનામાં સૂકા ફૂલોની માળા જુઓ તો તે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાના સંકેત આપે છે. જો તમે સપનામાં ગધેડાની સવારી કરો છો તો તે મૃત્યુનું સંકેત ગણાય છે. તેનો મતલબ એ છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. જો તમે સપનામાં કોઈને સફેદ કપડામાં જુઓ છો તો તે વિયોગના સંકેત મનાય છે. આવા સપના આવે તો સચેત રહેવું જરૂરી છે.


Loading...
Advertisement