પાકિસ્તાનમાં ટમેટાએ સોનાનું લીધું સ્થાન, દુલ્હને ટમેટાનો હાર પહેર્યો

21 November 2019 05:37 PM
Business Off-beat World
  • પાકિસ્તાનમાં ટમેટાએ સોનાનું લીધું સ્થાન, દુલ્હને ટમેટાનો હાર પહેર્યો

ઈસ્લામાબાદ:
પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ ઈમરાન ખાને દેશના લોકોને મોટા મોટા સપના બતાવ્યાં હતાં. પરંતુ આજે પાકિસ્તાનના શું હાલ ખૂબ જ બેહાલ છે.એક બાજુ જ્યાં કરાચીમાં ઈમરાન ખાન વિરુદ્ધ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે જ્યાં બીજી બાજુ પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે દુલ્હનો હવે સોના ચાંદીના દાગીના નહીં પણ ટામેટાના ઘરેણા પહેરી રહી છે. એટલું જ નહીં દુલ્હન સાસરીવાળાને પણ ટામેટા મોકલી રહી છે. ઈમરાન ખાનના કંગાળ પાકિસ્તાનની આ જ સચ્ચાઈ છે.
સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જ્યાં પાકિસ્તાનની એક દુલ્હન ટામેટાના દાગીના પહેરીને ઈમરાન ખાનની કંગાળ પાકિસ્તાનની સચ્ચાઈ દુનિયા સામે રજુ કરી રહી છે.
સોમવારે કરાચીમાં ટામેટાના ભાવ 300 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે 400 રૂપિયા પહોંચી ગયો હતો. ટામેટાને લઈને પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર ખુબ ચર્ચા ચાલી રહી છે. આવામાં ટામેટાવાળી આ દુલ્હનનો વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે દુલ્હનના પિતાએ દહેજમાં ટામેટા આપ્યા છે.


Loading...
Advertisement