ભારતીયો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ થવા લાગ્યા: ખાંડના માથાદીઠ વપરાશમાં બે કિલોનો ઘટાડો

21 November 2019 05:23 PM
Health India
  • ભારતીયો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ થવા લાગ્યા: ખાંડના માથાદીઠ વપરાશમાં બે કિલોનો ઘટાડો

ખાંડના માલ ભરાવા પાછળ ‘વપરાશ પેટર્ન’માં બદલાવ પણ જવાબદાર

નવી દિલ્હી તા.21
ભારતીયો હવે વધુ માત્રામાં આરોગ્ય કાળજી લેતા થયા છે. ભારતમાં માથાદીઠ ખાંડનો વપરાશ 20.5 કિલોથી ઘટીને 18.5 કિલો થયો છે.
ભારતમાં 2014-15માં ખાંડનો માથાદીઠ વપરાશ 20.5 કિલો હતો તે 2017-18માં ઘટીને 18.5 કિલો થયો હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. 2017-18માં ભારતમાં ખાંડનું ઉત્પાદન 3.2 કરોડ ટન તથા વપરાશ 2.5 કરોડ ટન થયો હતો.
ભારતમાં ખાંડની નવી સીઝન શરૂ થવાના આરે છે ત્યારે સરકાર પાસે 70 લાખ ટનનો સ્ટોક ઉપલબ્ધ છે. માલ ભરાવા પાછળનું કારણ વધુ ઉત્પાદનની સાથોસાથ વપરાશ પેટર્નમાં બદલાવનું છે. ભારતીય લોકોનો સરેરાશ માસિક વપરાશ 100 ગ્રામ ઓછો થઈ ગયો છે.
વિશ્ર્વમાં ભારત ડાયાબીટીઝનું પાટનગર ગણાય છે. દેશમાં 6.2 કરોડ લોકો ટાઈપ-ટુ ડાયાબીટીસ છે. દેશમાં સરેરાશ 43 વર્ષની આયુ ધરાવતા લોકોને ડાયાબીટીસ છે. દર વર્ષે 10 લાખ લોકો મોતને ભેટ છે.
ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા પેકેજડ ખાદ્યચીજોમાં ખાંડ, ફેટ તથા સોલ્ટ (નમક)ની માત્રા જાહેર કરવાની દરખાસ્ત કરી છે. પરંતુ ખાંડ ઉદ્યોગ તેના વિરોધ કરે છે. ખાંડ લોબીનુ રાજકીય વજન જબરદસ્ત છે. મહારાષ્ટ્ર તથા મહારાષ્ટ્ર જેવા બે મોટા રાજયોમાં શેરડી-ખાંડનું જંગી ઉત્પાદન થાય છે. આ બન્ને રાજયોમાંથી સાંસદોની સંખ્યા 128 છે એટલે ખાંડ લોબીનું રાજકીય પ્રભુત્વ સમજી શકાય તેમ છે. સંખ્યાબંધ રાજકીય નેતાઓ પણ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે.
.


Loading...
Advertisement