ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 90 મીટરનો રોડ બનશે!

21 November 2019 03:51 PM
Gujarat
  • ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 90 મીટરનો રોડ બનશે!

એઈમ્સ માટે જામનગર રોડથી અમદાવાદ રોડ સુધી 90 મીટરનો નવો રોડ; સરકારે આપી લીલીઝંડી: પરા પીપળીયાથી ગવરીદડ સુધી પ્રથમ ફેઈઝનું જમીન સંપાદન પુરૂ; 14 કી.મી.નાં રોડ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ

રાજકોટ તા.21
ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટને મળ્યા બાદ આંતર માળખાકીય સગવડતા વધારવા અને દર્દીઓને મુશ્કેલી પડે નહિં તે મુદે રાજય સરકારે જામનગર રોડ પરનાં પરા પીપળીયાથી ગવરીદડ સુધીનાં પ્રથમ ફેઈઝ અને બીજા ફેઈઝમાં ગવરીદડથી માલીયાસણ સુધીનાં નવા રોડને 90 મીટર પહોળા કરવાના કામને લીલીઝંડી આપી દીધી છે. રૂડા દ્વારા પ્રથમ ફેઈઝનાં 15 કી.મી.લાંબા રસ્તો માટેની જમીન સંપાદનનું કામ પુરૂ કર્યું છે. આ રોડ માર્ગ-મકાન વિભાગ બનાવશે 90 મીટરનો રસ્તો રાજયમાં પ્રથમ વખત બનશે તેવું રૂડાના સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

રાજકોટને ગુજરાતની પ્રથમ એઈમ્સની ભેટ મળી છે. પરા પીપળીયાના સર્વે નંબરમાં 200 એકર સરકારી જમીન એઈમ્સને ફાળવી દેવામાં આવી છે. એઈમ્સનાં ખાતમુહુર્ત પુર્વે ડઝનબંધ મુદાઓને લઈ એઈમ્સની ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરી લેવાયો છે અને જુદા જુદા સરકારી વિભાગોને પોતાના હસ્તકનાં કામો શરૂ કરવાની સુચના અપાઈ છે.એઈમ્સ જામનગર રોડથી ચાર કી.મી. અંદરના ભાગે આવેલ છે.


Loading...
Advertisement