વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરશે

21 November 2019 02:07 PM
Business India
  • વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરશે

ડુંગળીના ભાવને અંકુશમાં લેવા નિકાસ પર પ્રતિબંધના પણ પગલા લેવાયા

નવી દિલ્હી તા.21
આસમાનને ચૂમતા ડુંગળીના ભાવને લઈને ચિંતીત સરકારે ઘરેલુ બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે 1.2 લાખ ટન ડુંગળી આયાત કરવાની મંજુરી ખાદ્ય મંત્રાલયને આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને મંત્રી મંડળની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ બાબતની જાણકારી આપી હતી. ખાદ્ય તેમજ ઉપભોકતા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને 16 નવેમ્બરે જણાવ્યું હતું કે સરકારી કંપની એમએમટીસી દ્વારા એક લાખ ટન ડુંગળીની આયાત થશે. ખરીફ સત્ર 2019-20માં ડુંગળીના ઉત્પાદનમાં 26 ટકા ઘટાડાના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. સરકારે આયાત નિશ્ર્ચિત કરવા સિવાય નિકાસને પ્રતિબંધીત કરવા, સ્ટોરેજની સીમા નકકી કરવા સહિતના અનેક પગલાં ઉઠાવ્યા છે. બજારના સૂત્રો મુજબ દિલ્હીની આઝાદપુર મંડીમાં બુધવારે જથ્થાબંધ ડુંગળીના પ્રતિ કિલો ભાવ 40થી60 રૂપિયા હતા. મંડીના એક વેપારીએ જણાવ્યું હતું કે આવકમાં કમીના કારણે ડુંગળીના ભાવમાં પાછલા સત્રના મુકાબલે 10-15 રૂપિયા પ્રતિ કિલો વધારો થયો હતો. દિલ્હી એનસીઆરમાં ડુંગળીનો છુટક ભાવ પ્રતિ કિલો રૂા.60થી80 થયો હતો, કેટલાક દિવસ પહેલા આ ભાવ રૂા.100 થઈ ગયો હતો.


Loading...
Advertisement